તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
માણાવદર સબ રજીસ્ટ્રાર અધિકારી ની બદલી બાદ દસ્તાવેજ કરવા ૩ દિવસ જ ફાળવતા વકીલો અને જનતા માં રોષ

માણાવદર તા.૪ સબ રજીસ્ટ્રાર કચેરી (દસ્તાવેજ નોંધણી ઓફીસ) ના સબ રજીસ્ટ્રારશ્રી વી.એમ.લાખાણી બઢતી સાથે બદલી બાદ માણાવદર સબ રજીસ્ટ્રાર મુકામે અઠવાડીયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર તથા શનિવાર પુરતી ઓફીસની કામગીરી ચાલુ રહેશે.
જેમાં માણાવદર તાલુકાની અંડરમાં કુલ પ૮ ગામ તથા ર સીટી જેમાં માણાવદર તથા બાંટવાનું કામ આવતું હોય તે સંજોગોમાં કચેરીમાં રોજના ૧૦ થી ર૦ દસ્તાવેજની નોંધણી થતી હોય અને જો અઠવાડીયામાં ફકત ત્રણ દીવસ ઓફીસ ચાલુ રાખવામાં આવે તો અરજદારોને ખુબજ હાલાકી ભોગવવી પડે તેમ છે. વળી સરકારશ્રીને રોજની આશરે ૭ થી ૮ લાખની સ્ટેમ્પ ડયુટીની તથા નોંધણી ફીની નુકસાની થાય તેમ હોય વળી ગુરૂવારે જે અરજદારોના દસ્તાવેજો હોય અને તે દીવસે ઇન્ટરનેટ ઠપ હોય અને તે દીવસે દસ્તાવેજ ના થાય તો શુક્રવાર ઓફીસ બંધ હોય શનીવાર રજાનો આવતો હોય રવીવારે રજા હોય તો ડાયરેકડ ગુરૂવારના તમામ દસ્તાવેજ મંગળવારે થાય તેવી સ્થિતી હોય તો દસ્તાવેજનું તમામ કામ પાંચ દીવસ પછી થાય તેમ હોય, તે સંજોગોમાં બહારથી આવતા અરજદારોની હાલત ખુબ જ કફોડી બને તેમ હોય તે સંજોગોમાં હાલના સબ રજીસ્ટ્રારશ્રીની બઢતી અને બદલી તાત્કાલીક ધોરણે સ્થગીત કરવા વિકલ્પે ચાલુ દીવસોમાં રેગ્યુલર સબરજીસ્ટ્રારશ્રી ની નિમણુક કરવા માણાવદર પંથકની જાહેર જનતાની તથા તમામ વકીલ એસોશીયન ની માંગણી છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
