<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

પાકિસ્‍તાન સુપ્રીમ કોર્ટનો હુકમ છતાં કરાંચી જેલમાંથી ૧૫ મહિનાથી ભારતીય માછીમારોને છોડાતા નથી

ગત એપ્રીલ-૨૦૨૪માં બીજી વખત હુકમ છતાં વર્ષમાં એકપણ ભારતીય માછીમારોને છોડાયા નહીં: マદયની નબળાઇ, બ્‍લડપ્રેશર અને માનસિક તણાવથી પીડાતા ભારતીય બંધક માછીમારો ભારત સરકાર પાકિસ્‍તાન જેલની દુર્દશામાંથી વહેલીતકે છોડાવે તેવી બંધક ભારતીય માછીમારોની આશા પાકિસ્‍તાનની જેલમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઉતરપ્રદેશ, પશ્‍ચિમ બંગાળ અને તામીલનાડુના ૧૮૧ માછીમારો મુકિત માટે તૈયાર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૪: ભારતીય જળસીમા નજીક ફિશીંગ કરતા ભારતીયા માછીમારોનું બોટ સાથે પાકિસ્‍તાન મરીન સીકયુરીટી અવાર-નવાર અપહરણ કરીને માછીમારોને કરાંચી જેલમાં ધકેલી દયે છે. આવા ભારતીય માછીમારોમાં કેટલાક ભારતીય માછીમારોની સજા પૂર્ણ થઇ ગયેલ અને પાકિસ્‍તાન સુપ્રીમ કોર્ટે ૧૫ મહિના પહેલા સજા પૂર્ણ થયેલ ભારતીય માછીમારોને છોડી દેવા હુકમ કરેલ ત્‍યારપછી  એપ્રીલ-૨૦૨૪માં સુપ્રીમકોર્ટે બીજી વખત અન્‍ય ભારતીય બંધક માછીમારોને છોડી દેવા હુકમ કર્યો હતો છતાં એક વર્ષમાં એકપણ ભારતીય માછીમારને કરાંચી જેલમાંથી મુકત કરવામાં આવેલ નથી.

પાકિલ્‍તાન મરીન સીકયુરીટીએ અપહરણ કરેલ ભારતીય માછીમારોની સજા પૂર્ણ થઇ ગયા બાદ આવા માછીમારોને કોર્ટમાં રજુ કરીને કોર્ટના હુકમ મુજબ છોડી દેવાય છે. દર વર્ષે પાકિસ્‍તાનમાં સજા પૂર્ણ થયેલ ભારતીય બંધક માછીમારોને મુકત કરીને ભારતને સોંપી દેવાય છે. પરંતુ એક વર્ષમાં પાકિસ્‍તાન સુપ્રીમકોર્ટનો હુકમ છતાં કરાંચી  જેલમાં રહેલા એકપણ ભારતીય માછીમારોને કોઇ કારણથી છોડી મુકાયા નથી.

પાકિસ્‍તાનની જેલમાં દીવ, ગુજરાત, મહારાષ્‍ટ્ર, ઉતરપ્રદેશ, પશ્‍ચિમ બંગાળ તથા તમિલનાડુના માછીમારો મળી કુલ ૧૮૧ માછીમારોની સજા પૂર્ણ થતા રીલીઝ માટે તૈયાર છે. ૨૧ મહિના પહેલા પાકિસ્‍તાન- સુપ્રિમ કોર્ટે સજામાંથી મુકત કર્યા હતા. ૧૫ મહિના પહેલા સુપ્રિમ-કોર્ટે માછીમારોને રીલીઝ કરવાનો આદેશ આપ્‍યો હતો. એપ્રિલ-૨૦૨૪માં બીજી વખત રીલીઝ આદેશ આપવામાં આવ્‍યો હતો. છતાં આખા વર્ષમાં એકપણ માછીમારોને છોડવામાં આવેલ નથી.

પાકિસ્‍તાનની જેલમાંથી નીકળવાની ચિંતા અને પરિવારજનોને મળવાની વ્‍યથામાં કેટલાક માનસિક- સમતુલન ખોઇ બેઠા છે. શારીરીક નબળાઇઓ જેવી કે, શ્વાસની તકલીફ, બ્‍લડપ્રેશની બિમારીપ マદયની નબળાઇનો સામનો કરી રહયા છે. કેટલાક માછીમારો マદય હુમલાથી અને શ્વાસની તકલીફથી મૃત્‍યુ પામ્‍યા છે. બધા માછીમારો તણાવથી પીડાય રહયા છે. અને બધા આત્‍મવિશ્વાસ ખોઇ બેઠા છે.

પાકિસ્‍તાનની જેલમાં કેદ માછીમારો ભારત સરકાર પાસે આશા કરે છે કે આ દુર્દશામાંથી બહાર કાઢવા જલ્‍દીથી કોઇ સામે આવશે. જેથી આ માછીમારો આપણી માતૃભૂમી અને જન્‍મભૂમીને આ વર્ષમાં જોઇ શકે.

(12:11 PM IST)