News of Wednesday, 4th December 2024
હળવદ નજીક નર્મદા કેનાલમાં ગરકાવ થઇ ગયેલા વૃધ્ધનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
સુરેન્દ્રનગરના વૃધ્ધ રવિવારે હળવદ નજીક નર્મદા કેનાલમાં તણાઇ ગયા હતા

(દીપક જાની દ્રારા) તા. ૪: સુરેન્દ્રનગરમાં આવેલ ગંગાનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈ પનારા ઉંમર વર્ષ ૬૫ ગત તારીખ એકના રોજ બપોરના સમયે ટ્રાન્સપોર્ટની ગાડી લઈ હળવદ સામાન ખાલી કરવા આવ્યા હતા.રાણેકપર રોડ પર આવેલ એક દુકાનમાં ટ્રકમાંથી સામાન ખાલી થઈ રહ્યો હતો ત્યારે મનસુખભાઈ ટ્રકનો કાચ સાફ કરવા બાજુમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાચની નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયા હતા તે વેળાએ તેઓનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી હળવદ અને મોરબીની ફાયરની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ શોધખોળ કર્યા બાદ આજે કંસારી હનુમાનજી નજીક આ વળધ્ધનો મળતદેહ મળી આવ્યો છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
