<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ભાડલાના રણજીતગઢ ગામે પત્‍ની ગાળો આપતી હોય પતિએ પતાવી દિધી'તીઃ ધરપકડ

હત્‍યાનો ભોગ બનનાર ભુરીબેનનો મૃતદેહ

રાજકોટ, તા., ૪ : ભાડલાના રણજીતગઢ ગામે પત્‍નીને પતાવી દેનાર પતિની ભાડલા પોલીસે ધરપકડ કરી છે. પત્‍ની ગાળો આપતી હોય પતિએ ઉશ્‍કેરાઇ જઇ ઢીમ ઢાળી દીધું હતું.

જાણવા મળ્‍યા જસદણના ભાડલા તાબેના રણજીતગઢ ગામે અશ્વીનભાઇની વાડીમાં એકાદ મહિનાથી ભાગીયા તરીકે રહેવા આવેલા મધ્‍યપ્રદેશના ભુરીબેન ધનસીંગ ડાવર (ઉ.વ.૪૫)ન રાત્રે તેના પતિ ધનસિંગે લાકડીથી બેફામ મારકુટ કરી તેણીના કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચીને કાન ચીરી નાંખતા ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ત્‍યાં સારવાર  દરમિયાન તેનું મોત નિપજયું હતું.

ભુરીબેનને સંતાનમાં બે પુત્રો છે. પુત્રોએ કહ્યું હતું કે રાતે માતા અને પિતા વચ્‍ચે કોઇ બાબતે માથાકુટ થઇ હતી. એ વખતે પોતે બંને ભાઇઓ વાડીના શેઢે પાણી વાળી રહ્યા હતાં. માતાની ચીસો સાંભળીને પોતે રૂમ પર દોડી આવ્‍યા ત્‍યારે પોતાની માતાને પિતા મારકુટ કરતો દેખાયો હતો. એ પછી તે ભાગી ગયો હતો. માતાના કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચાતા તેનો કાન પણ ચિરાઇ ગયો હતો. તેમજ મોઢા માથા પર પણ ઇજાઓ હતી. અમે બાદમાં વાડી માલિકને જાણ કરી હતી અને જસદણ સારવાર અપાવી માતાને રાજકોટ ખસેડી હતી.

દરમિયાન પત્‍નીને હત્‍યા કરી નાસી છુટેલ પતિ ધનસિંહ ડુંગરસિંહ ડાવર રે. મુળ ગામ રણગાવ (એમપી) ને ભાડલાના  પીએસઆઇ કામળીયા તથા સ્‍ટાફે દબોચી લઇ ધરપકડ કરી હતી.

પકડાયેલા ધનસિંહે પત્‍ની ગાળો આપતી હોય ઉશ્‍કેરાઇ જઇ પતાવી દીધાની કબુલાત આપી હતી.

(1:32 PM IST)