<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જામનગરમાં હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ હિન્દુ સંગઠનો અને હિન્દુ ભાઈ-બહેનોની મૌન રેલી : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કાર્યવાહી કરવા આવેદન

જામનગર::જામનગરમાં હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ હિન્દુ સંગઠનો અને હિન્દુ ભાઈ બહેનોએ મૌન રેલી યોજી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતીમાં વસેલા હિન્દુ પરિવારો ઉપર થઈ રહેલા અત્યાચારો અને હિંસાને તેમજ મંદિરોમાં પૂજા વિધિ રોકી મંદિરોમા તોડફોડ કરીને ફેલાવાતી અરાજકતા રોકવા હિન્દુ સમાજ દ્વારા માગણી કરાઈ છે. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:16 PM IST)