<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

આજે નેવી દિન: ભુજમાં નેવીની કામગીરી અંગેના જાગૃતિ કાર્યક્રમો યોજાયા

રેલીમાં એનસીસીના વિધાર્થીઓ જોડાયા : વર્ષ ૧૯૭૧ ભારત - પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ શૌર્ય દર્શાવતું શાનદાર પ્રદર્શન કરી ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી'તી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  દેશમાં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે ૪ ડિસેમ્બરના દિવસને નેવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભુજમાં નેવલ યુનિટ દ્વારા આજે નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડિયન નેવીની કામગીરી વિશે લોકો જાગૃત થાય તેવા ઉદેશ સાથે રેલી અને નાટક સહિતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે યોજાયેલ રેલીમાં એનસીસીના વિધાર્થીઓ જોડાયા હતા. વર્ષ ૧૯૭૧ ભારત - પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ શૌર્ય દર્શાવતું શાનદાર પ્રદર્શન કરી ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કચ્છના યુવાનો ઇન્ડિયન નેવીમાં જોડાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ઇન્ડિયન નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ નેવલ યુનિટ ૫ દ્વારા રેલી, શેરી નાટક સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(1:20 PM IST)