તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
જીલ્લા સહકારી બેંક જૂનાગઢ દ્વારા દુધ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ.

ભારત સરકારશ્રીના ગળહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના સહકારી થી સમળધ્ધિ કાર્યક્રમ અંતર્ગત ઘી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા તા. ૩ જૂનાગઢ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. (સાવજ ડેરી) ખાતે જીલ્લાની દુધ મંડળીઓના ઙ્કમુખશ્રી અને મંત્રીશ્રીઓને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. ચેરમેન કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન અને બેંકના ડિરેકટર દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ ના ચેરમેન ભાવેશભાઈ મેનપરા તેમજ અન્ય સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલા હતા. બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ એ જણાવેલ કે, દુધ મંડળીઓમાં માઈક્રો એ.ટી.એમ.ની સગવડતા મળવાથી દુધ ઉત્પન્ન કરનાર પશુપાલકોને તેમના દુધ વેચાણની રકમ પોતાના ગામમાં જ તુર્તજ મળી રહે છે. આ કાર્યક્રમમાં ૨૫-દુધ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. આપવામાં આવેલ હતા અને બેંક બધી જ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ.ની સગવડતા આપવા કટીબધ્ધ છે અને ઘણા ટુંકા સમયમાં તમામ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ. મળી રહેશે તેમ જણાવેલ.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
