તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
ચોરવાડ પાસેની દેવકા નદીમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત
ઝેરી દવા પી લેતા મધ્યપ્રદેશના યુવાનનું મૃત્યુ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૦૪: ચોરવાડ પાસેની દેવકા નદીમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી અને વિસાવદર પંથકમાં ઝેરી દવા પી લેતા મધ્યપ્રદેશના યુવાનનું મળત્યુ થતાં ગમગીની છવાઇ ગઇ હતી.
માળીયાહાટીના તાલુકાના આછીદ્રા ગામે ખેત મજૂરી કામ કરતા મહારાષ્ટ્રના નવનાથ ઉર્ફે ભૂરો આદિવાસી નામનો યુવાન ગઈકાલે સાંજે દેવકા નદીમાં નાહવા ગયો હતો. ત્યારે કોઈ કારણસર નદીના પાણીમાં ડૂબી જવાથી નવનાથનું મળત્યુ થતા પોલીસે યુવાનના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હતી.
ઝેરી દવા પીતા મોત
વિસાવદર તાલુકાના ઘંટીયાણ ગામે જીગ્નેશ ભાઈ પ્રવીણભાઈ રાખોલીયાની વાડીએ ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના નાનુરામ ગંગારામ ચૌહાણ ગામના ૩૨ વર્ષના યુવાને કોઈ કારણસર ઝેરી દવા પી લેતા જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મળત્યુ થતાં પોલીસે આપઘાત પાછળનું કારણ મેળવવા તપાસ હાથ ધરી છે
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
