<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

શ્રી કૃષ્‍ણ એક વિચારધારા છે : જુનાગઢ ગૌશાળામાં પ૧ હજારનુ દાન આપતા કથાકાર પૂ. મહાદેવપ્રસાદ મહેતા

જુનાગઢ શ્રી ભુતનાથ મહાદેવ મંદિરે આયોજીત ભાગવત કથામા ઉમટતા ભાવિકો

(વિનુ જોષી દ્રારા) જુનાગઢ તા.૪ જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળા નિર્માણના લાભાર્થે શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથામાં બીજા દિવસે વ્‍યાસપીઠ પરથી ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ માનવીના જીવનમાં ધૃતિ એટલે કે ધૈર્યનુ મહત્‍વ સમજાવ્‍યું હતું. તેમણે કહયું હતું કે, વિપતિના સમયમાં પણ ધૈર્ય રાખો એનું નામ ધૃતિ. કંસે દેવકી અને વાસુદેવના ૬ સંતાનોને મારી નાખ્‍યા છતાં દેવકી અને વસુદેવે ધૈર્ય ન છોડયું.૮ મા સંતાનને પણ મારી નાખવા પ્રયત્‍ન  કર્યો એ વખતે જગદંબા સ્‍વરૂપે પ્રગટયા કંસના હાથમાંથી છટકી ગયા છતાં દેવકી કહે છે. તારો વાક નથી. આ અમારું ભાગ્‍ય હતું. કેવી કપરી સ્‍થિતિમાં પણ તેમણે ર્ધર્ય ન છોડયું એટલે ભગવાન કૃષ્‍ણ આવ્‍યા. પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં પણ ભગવાનને ન ભૂલો તો ભગવાન આ કલિકાલમા પણ આવ્‍યા જ છે. ભગવાને આ સમષ્‍ટિને રાખવા માટે પણ નિષ્‍કામ કર્મ કર્યા છે. ભગવાન કૃષ્‍ણના દરેક કાર્ર્ય નિષ્‍કામ હતા એટલે તેને લીલા કહે છે. એટલે તો મહાપુરુષોએ તેના ગુણગાન ગાવા પડે છે.

ડો. મહાદેવપ્રસાદે ભગવાનના અવતારો વિશે પણ ચર્ચા કરતા જણાવ્‍યું હતું કે, ભગવાનના અનેક અવતારો છે. એમાં ૨૪ અવતારો ઉપરાંત પણપ ઘણા અવતારો છે. અવતાર એટલે આપણા મનમાં-શરીરમા જે ભાવ વૃતિ પ્રગટ થાય એ તેના વિવિધ અવતારો છે. જેમકે, દેવી ગુણોને બહાર લાવવાની પ્રક્રિયા એ વરાહ છે. કયારેક તમારામાં સંયમ રાખીને જીવવાનો ભાવ જાગે તો એ નર નારાયણનો અવતાર છે.

કથા શ્રવણ માટે મહામંડલેશ્વર ગણેશદાસજી અને મહામંડલેશ્વર બજરંગદાસજી, માતાજી ગુરુજી - દત મંદિર કુવાડવા, સરજુસ્‍વામી - સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર જૂનાગઢ સહિતના સંતો ઉપસ્‍થિત રહયા હતા.  જૂનાગઢ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ સાધુસંતો અને ભાવિકો ઉમટી પડયા હતા. કૃષ્‍ણ એક વિચાર ધારા છે ગૌશાળામાં ૫૧ હજાર નુ દાન. પુ.મહાદેવ પ્રસાદ મહેતા એ કહયુ કે ધર્મનો ૧૦મો ભાગ ગમે ત્‍યાં કાઢવા શ્રોતાઓને અપીલ અકિલા ના માધ્‍યમથી કથાનો પ્રચાર અને પ્રસાર કરાવવા બદલ  પુ.મહેશગીરી બાપુ અને ડો મહાદેવ પ્રસાદ મહેતા દ્રારા પત્રકાર વિનુ જોષી નુ સન્‍માન કરાયુ હતુ. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:40 PM IST)