તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
જિલ્લા પંચાયત પ્રમુખ રંગાણી પરિવાર દ્વારા રાણપુર ગામને બે ટ્રેકટર ટ્રોલી ભેટ
રાણપુર-જીયાણા રોડનું ખાતમુહુર્ત અને સફાઇ અભિયાન

રાજકોટ, તા., ૪: જીલ્લા પંચાયત રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે રાજકોટ તાલુકાના રાણપુર તથા જીયાણા ગામે ગ્રામ્ય વિસ્તારનાં લોકોની અવરજવર , વાહન વ્યવહાર તથા સુખાકારી માં વધારો કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૧૫૫ લાખના ખર્ચે રાણપુર એપ્રોચ રોડ તથા જીયાણા એપ્રોચ રોડનું સ્થાનીક ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, મહાનુભાવો અને ગ્રામ્ય જનોની ઉપિસ્થિતી માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા તેમના પતિ સંજયભાઇ રંગાણી દ્વારા નરેન્દ્રભાઇ મોદીનાં ‘સ્વચ્છ ભારત અભિયાન' ના સુત્ર ને સાકાર કરવા ના ભાગરૂપે પોતાના સ્વ ખર્ચે પોતાના વતન તથા મતવિસ્તાર રાણપુર ગામે (૨) ટ્રેક્ટર ટ્રોલી સાથે સ્વ.ભીમજીભાઈ રંગાણી તથા ગુરૂદેવ શ્રી લક્કડદાસ બાપુ ના સ્મરણાર્થે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતીમાં રાણપુર ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યા હતા. ૨ ટ્રેક્ટર ટ્રોલી સાથે અર્પણ થવાથી રાણપુર ગામ સ્વચ્છ અને નિર્મળ બનશે અને ગ્રામ્ય લોકોની સુખાકારીમાં વધારો થશે .આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા,તાલુકા ભાજપ પ્રમુખ જે.કે.પીપળીયા,અગ્રણીઓ પ્રકાશભાઈ કાકડિયા, શ્રી કાનજીભાઈ મેઘાણી, રાણપુર સરપંચ પ્રવીણભાઈ કાકડિયા, જીયાણા સરપંચ જયસુખભાઈ મોતાણી, રાણપુર ગામના આગેવાનો ધીરુભાઈ વાડોદરિયા, પરસોત્તમભાઈ રંગાણી, વિપુલભાઈ રાઠોડ, ભરતભાઈ રંગાણી, ચોથાભાઈ બાબૂતર, સુરેશભાઈ વેકરીયા, ગોવિંદભાઈ અજાણી, રવજીભાઈ ધામેચા, ઘેલાભાઈ બાબૂતર, બાબુભાઇ ધામેચા, લાલજીભાઈ ખોયાણી, કડવાભાઈ ખોયાણી, દિનેશભાઇ પરસાણા,જીયાણા ગામનાં આગેવાનો લાલજીભાઈ સરવૈયા, શૈલેષભાઇ ગાંગાણી, કેતનભાઈ મેવાસિયા,ઉપસરપંચ બાબુભાઇ ઢોલરીયા તથા મહાનુભાવો, અગ્રણીઓ, ગ્રામજનો ની ઉપિસ્થિત રહ્યા હતા
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
