<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જુનાગઢના ખામધ્રોળનાં પ્રૌઢને ‘૩.૫૦ લાખ આપવા પડશે' કહી ૨ શખ્‍સે ધમકી આપી

પરિણીતાને જુનાગઢ રહેતા પતિ સહિતના સાસરીયાનો ત્રાસ

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા. ૦૪  ખામધ્રોળમાં રહેતા ૪૭ હરેશભાઈ પોલાભાઈ મોકરીયાને સોમવારની સાંજે ખામધ્રોળ રોડ પર રહેતો વિજય ઉેર્ફેવીજલો રામભાઈ ખાંભલાએ ઘરે આવી તું મારી સાથે આવ કેમ કહેતા તેની પાછળ બાઈક પર બેસી જુનાગઢ બાયપાસ રોડ ઉપર આવેલ સુરતી ગોટાળા હોટલ પાસેની એક કેબિન નજીક લઈ ગયો હતો.

અહીં એક અજાણ્‍યા શખ્‍સે અને વિજયએ ગાળો કાઢી ‘‘તારે અમને સાડા ત્રણ લાખ આપવા પડશે તારો ધંધો સારો ચાલે છે''તેમ કહી ટાંગા ભાંગી નાખવાની ધમકી આપી બે ઝાપટ મારી બળજબરીથી પૈસા કઢાવવાની કોશિશ કરી હતી. આ અંગેની ફરિયાદ લઈ તાલુકા પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

 કેશોદ તાલુકાના કાલવાણી ગામના ૩૪ વર્ષના મનિષાબેનના લગ્ન જૂનાગઢમાં મધુરમ વિસ્‍તારના શીતલ નગરમાં રહેતા અશોક નાથાભાઈ ચૌહાણ સાથે થયા હતા. પરંતુ ઘરકામ અને કરિયાવર બાબતે પતિ તેમજ સાસુ ધીરૂબેન નાથાભાઈ ચૌહાણ, સસરા નાથાભાઈ ઉકાભાઈ ચૌહાણ, જેઠાણી ગવરીબેન મુકેશભાઈ ચૌહાણ અને ઈશ્રવરીબેન ઉર્ફે ઈશુબેન નેહાલભાઈ ચૌહાણએ ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ થતા કેશોદ પોલીસે સાસરીયા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

(1:47 PM IST)