તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં ત્રણ મહિના થયા ત્રણ દીપડાના આટાફેરા

વિરપુર,તા.૪ : વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મહિના થયા બે થી ત્રણ દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.
હાલ ખેડૂતોને રવીપાક માટે વાવેતરની સીઝન ચાલુ છે ,ખેડૂતો રવીપાકમાં ઘઉં,ચણા,ધાણા સહિતના અનેક પાકોના વાવેતર કરી રહ્યા છે અને વાવતેર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત,જંતુનાશક દવાઓના છટકાવની કામગીરી કરવાની હોય છે જેમાં કામગીરી કરતા કરતા સુર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિના થી આહાબા સિમ વિસ્તારમાં બે થી ત્રણ દીપડાના આટાફેરા વધતા ખેડૂતોમાં ભયની દહેશત ફેલાઈ છે.
છેલ્લા ઘણા સમયથી વીરપુરની સિમ વિસ્તારમાં દિપડાની દહેશતથી ખેડૂતોએ તેમજ વીરપુર ગ્રામપંચાયત દ્વારા પણ જેતપુર ફોરેસ્ટના આરએફઓ પરેશભાઈ મોરડીયાને જાણ કરી હતી, આરએફઓ મોરડીયાએ પોતાની ફોરેસ્ટ ટિમના રામભાઈ મકવાણા તેમજ નટુભાઈ સહિતના વન વિભાગના કર્મચારીઓ તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી ખેતરોમા દીપડાના પગલાંઓની છાપની તપાસ શરૂ કરી હતી અને આરએફઓ પરેશભાઈ મોરડીયાના માર્ગદર્શન હેઠળ આ દીપડાઓને પકડવા પાંજરૂ મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
