<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

કોટક સ્‍કુલમા ડો.અમી પાંધી દ્વારા હોમિયોપેથી સારવાર સેમીનાર યોજાયો

હઠીલા રોગમાં દર્દીઓને પીડમાંથી કાયમી મુકિત અપાવવા માટે માર્ગદર્શન આપ્‍યુ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૪: રાજકોટના મોટી ટાંકી ચોક વિસ્‍તારમાં આવેલી રાજકોટ કેળવણી મંડળ સંચાલિત કોટક સ્‍કુલમાં રાજકોટના  હોમિયોપેથિક ડો. અમી પાંધીનો હોમિયોપેથી સારવાર વિશે સવિસ્‍તાર માહિતી આપતો સેમિનાર સ્‍કૂલના સભાગળહમાં યોજાયેલ. આ સેમિનારમાં રાજકોટના  હોમિયોપેથિક ડો. અમી પાંધી એ પ્રોજેક્‍ટર દ્વારા સચિત્ર હોમિયોપેથિક સારવારની શોધ થઇ ત્‍યારથી અત્‍યાર સુધીમાં ᅠતેના દ્વારા જુના, હઠીલા રોગોમાં દર્દીઓને કાયમી ધોરણે પીડામાંથી મુક્‍તિ આપવા સુધીની હોમિયોપેથી સારવાર પદ્ધતિ વિશે સવિસ્‍તાર માહિતી આપી હતી.

આ સેમિનાર દરમિયાન કોટક સ્‍કુલ ની વિદ્યાર્થીનીઓ એ પણ જુના, હઠીલા રોગો વિશે વાર્તાલાપ દ્વારા માહિતી મેળવી હતી.  વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્‍નશીલ રહેતા કોટક સ્‍કુલના ટ્રસ્‍ટી વીણાબેન પાંધી અને પ્રિન્‍સિપાલ માલામેડમનો આ સેમિનાર મા અનન્‍ય સહકાર પ્રાપ્ત થયો હતો. ડો. અમી પાંધી તેમના હરિહર ચોક ખાતે સ્‍ટાર ચેમ્‍બરમા આવેલા  અમી'સ્‌ હોમીયોપેથી ક્‍લિનિક ઉપર મો.નં.૭૮૭ ૪૪૪૪૧૬૧ ઉપર અપોઈમેન્‍ટ લઇ મળી શકે છે.

(1:52 PM IST)