<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ગોંડલનાં દેરડી (કુંભાજી)માં ખાતરા પરિવાર દ્વારા માતૃશ્રીની સ્‍મૃતિમાં માતૃવંદના

પ૧ વૃક્ષોનું વાવેતર સાથે કૈલાસધામ (સ્‍મશાન)ને સહાય અર્પણ

(અશોક પટેલ દ્વારા) મોવિયા, તા. ૦૪: દેરડી કુંભાજી ગામે ખાતરા પરિવાર દ્વારા માતળશ્રી ની સ્‍મળતિમાં ધાર્મિક તથા સામાજિક ઉપયોગી કાર્ય કરી સાચી માતળ વંદના કરેલ છે. કૈલાશધામ (સ્‍મશાન) દ્વારા ગામના દિવ્‍યાંગ તોના અસ્‍થિ (ફુલ) દર વર્ષે ઘણા વર્ષોથી હરિદ્વાર ખાતે ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ કાર્ય માટે ગામના કોઈને કોઈ શ્રદ્ધાળુ સોયાભાવી પોતાના ખર્ચે હરિદ્વાર જઈને પવિત્ર વિધિ સાથે અસ્‍થિ વિસર્જન કરે છે.

જોગાનું જોગ આ વર્ષ પૂરું થતાં હાલમાં જ મોમાઈ આઈસક્રીમવાળા ચંદુભાઈ ખાતરાના ધર્મ પત્‍ની લીલાબેન નું અવસાન થતાં પુત્ર ભાવેશભાઈ ખાતરા તથા મેહુલભાઈ ખાત્રા સહ પરિવાર સાથે માતાના ક્રિયાકાંડ પહેલા હરિદ્વાર જઈને સ્‍વર્ગસ્‍થ ગ્રામજનોના અસ્‍થિનું પૂર્ણ વિધિ સાથે વિસર્જન કરી પુણ્‍યનું ભાથું બાંધી અને સાથે પ્રેરણાત્‍મક કાર્ય કરેલ છે તે બદલ કૈલાશધામ સમિતિએ આભાર વ્‍યક્‍ત કરી બિરદાવેલ છે.

સાથે સાથે હરિયાળુ દેરડી અને સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા ગામના સર્વે નંબરમાં વવાતા ૨૦૦૦ વળક્ષોમાં માં કે નામ વળક્ષ બદલ માતળશ્રી લીલાબેન ની સ્‍મળતિમાં ભાવેશભાઈ તથા મેહુલભાઈ દ્વારા ૫૧ વળક્ષો માટે અનુદાન મળેલ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના આહવાન મુજબ ‘માંડે નામ વૃક્ષ' ના સુત્રને સાર્થક કરતા માતુશ્રીની યાદમાં ભાવેશભાઇ ખાતરા તથા મેહુલભાઇ ખાતરા એ પ૧ વૃક્ષના ૭૬પ૦૦/- રૂપિયામાં વધારો કરી ૧,૧૧,૧૧૧/- (એક લાખ અગ્‍યાર હજાર એકસો અગ્‍યાર) રૂપિયાનું દાન આપેલ છે. સાથે સાથે કૈલાસ ધામ (સ્‍મશાન) ને પણ દાનની રકમ અર્પણ કરેલ છે.

(2:27 PM IST)