તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th December 2024
ગોંડલમાં બજાજ ફાય.ના મેનેજરની ખોટી ઓળખ આપી ૩.પ૯ લાખની છેતરપીંડી
પ લાખની લોનની લાલચ આપી ઓનલાઇન રૂપિયા પડાવી લીધા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૦૪: ઓનલાઈન લોભામણી લાલચો સાથે આજકાલ છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલ પંથકમાં બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ સાથે પાંચ લાખ ની લોન ની લાલચ આપી રુ.૩,૫૮,૯૪૮ ઓનલાઈન પડાવી લઇ છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ છે.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકા નાં ગુંદાસરામાં રહેતા અને સડક પિપળીયા માં આવેલ રવિ ટેકનોફોર્જ કંપનીમાં કામ કરતા જયેશભાઇ ગોવીંદભાઇ રાઠોડને પિતાની સારવાર અર્થે પૈસાની જરૂરિયાત હતી. તેવા સમયે તેમને એક ફોન આવ્યો. ફોન પર એક શખ્સે હિન્દી ભાષામાં બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર પ્રિયમ ઝા તરીકેની ઓળખ આપી ફરીયાદીને રૂપિયા ૫ લાખની લોન આપવાની વાતચીત કરી હતી. જયેશભાઇને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેમણે લોન લેવાની હા પાડતા લોન મંજુર કરાવવા માટે ફરિયાદીના આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા પાસબુકની નકલો ઓનલાઇન મંગાવી હતી.બાદ માં અલગ અલગ તારીખ સમયે કોઇને કોઇ ફી ટીડીએસ ચાર્જ તેમજ ટેક્ષ રૂપે કોઇને કોઇ ચાર્જ લગાડી કુલ મળી રૂપિયા ૩,૫૮,૯૪૮ ઓનલાઇન પડાવી લીધા હતા.જયેશભાઇ એ પાંચ લાખ ની લોન ની આશાએ મિત્ર પાસેથી પૈસા લઇ ગુગલ પે દ્વારા પ્રિયમ ઝા ને ભરી આપ્યા હતા. લાખો રૂપિયા પડાવી લેવા છતાં લોન ના મળતા ફરિયાદીના ભાઈ દિપકભાઈ ને શંકા જતા તેમણે ફોન પર પ્રિયમ ઝા સાથે વાત કરતા તેણે ફોન કાપી નાખ્યો હતો. જેથી છેતરપીંડી થયાનું જણાતાં જયેશભાઈ એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ઇન્ફોર્મશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
