<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

પોરબંદરના ખાનુરામના મંદિરે સુધાંશુજી મહારાજની પધરામણી

 

 

પોરબંદર મેમણવાડા ખાતે સિંધી સમાજ ના  સંત ખાનુરામજી  પૂજય માતા સાધણીજીના મંદિરે થલ્‍હી સાહેબે વિશ્વ જાગળતિ મિશન ના કલ્‍પના પુરૂષ પરમ પૂજનિય સદગુરૂ શ્રી સુધાંશુજી મહારાજ તેમજ ડો. અર્ચીકા દીદી  પધરામણી કરતા  સિંધી સમાજમાં ખુશીની લહેર ફેલાઈ ગયેલ હતી.

સુધાંશુજી મહારાજની સાથે રાજકોટ સિંધી સમાજના અગ્રણીશ્રી બ્રીજલાલ સોનવાણી તેમજ અન્‍ય સેવક ભાઈ-બહેનોએ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી સદગુરૂદેવ શ્રી સુધાંશુજી મહારાજનું  સ્‍વાગત મંદિરના ગાદિપતી સંત શ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતાએ પોતાના પરિવાર સાથે પુષ્‍પવર્ષા સાથે શાલ ઓઢાડીને  સ્‍વાગત કરેલ તેમજ  સિંધીસમાજના આગેવાનો તેમજ ભકતજનો દ્વારા પણ શ્રી સુધાંશુજી મહારાજનું હારતોરા તેમજ શાલ ઓઢાડી ને  સ્‍વાગત કરવામાં આવેલ, સંતશ્રીના દર્શન તેમજ સત્‍સંગપ્રવચન નો લાભ લેવા મંદિરે સિંધી સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્‍યામાં ઉમટી પડેલ. સંતોને નમન કરીને હારતોરા કરેલ, સદ્ગુરુદેવશ્રી સુધાંશુજી મહારાજે મંદિરના દર્શન કરી ને મંદિરના ગાદિપતી સંતશ્રી મુલણશાહ ભારતીમાતા, સતિષભાઈ, રાજાભાઈ, સુનીલકુમાર એ પરિવાર સાથે સુધાંશુજી મહારાજ તેમજ સાથે આવેલ ડો. અર્ચિકા દીદી તેમજ સર્વ સેવક બંધુઓનું મંદિરની પરંપરા અનુસાર સર્વેનું  સ્‍વાગત કરવામાં આવેલ. સ્‍વાગત બાદ સદગુરૂદેવ ક સુધાંશુજી મહારાજે ધાર્મિક પ્રવચન આપેલ.  પૂજનીય સદ્દગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે  પ્રવચનમાં દરેક મનુષ્‍યે દરરોજ પુજા અર્ચના માટે પોતાનું નિતનેમ બનાવવું જોઈએ નિતનેમ દ્વારા મંદિરે સેવા પુજા દર્શન કરવાનો નિયમ બનાવવો જોઈએ અને નવી શીખ આપી હતી.  પ્રવચન બાદ પરમ પૂજય માતા સાધણી જીની ધૂની ની બોલાવવામાં આવેલ ત્‍યાર બાદ આરતી સાહેબ, પલ્લવ સાહેબની સાથે કાર્યક્રમ સંપન્ન થયેલ. આભારવિધી સિંધી સમાજના આગેવાન રામભાઈ બુઢાણી એ કરેલ,્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજય માતા સાઘણી સાહેબ સેવા સમિતિ સેવાદારીઓશ્રીઓ હરેશ શીરવાણી, જયેશ રંગવાણી, સુમિત આહુજા, જગદિશ ખટવાણી સહિત સિંધી સમાજના ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી તેમજ સદ્ગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજએ મંદિર દ્વારા થતી વિવિધ સામાજીક, ધાર્મિક પ્રવળતિઓની જાણકારી મેળવેલ તેમજ સંત શિરોમણીશ્રી ખાનુરામજી પરમ પૂજય માતા સાધણીજીના મંદિરના ગાદિનશીન સંતશ્રી સાંઈ દાંદુરામજીને યાદ કરેલ અને મંદિરના દર્શન કરી ને ધન્‍યતા અનુભવેલ, પરમ સદેય સદગુરુદેવ શ્રી સુધાંશુજી મહારાજે મંદિરમાં પધરામણી કરતા મંદિરના ગાદિપતી સંતશ્રી મુલણશાહ ભારતીમાતા એ શ્રી સુધાંશુજી મહારાજનો આભાર માનેલ તેમજ થલ્‍હી સાહેબ તરફથી સાથે આવેલ સેવકગણનું ગાદિપતી સંતશ્રી મુલણશાહ ભારતીમાતા સર્વેનું શાલ ઓઢાડીને સન્‍માન કરેલ,  કાર્યક્રમમાં  સિંધી સમાજના આગેવાનશ્રીઓ જેઠાનંદભાઈ ગોપલાણી, કનુભાઈ પંજવાણી, રામભાઈ બુઢાણી, બલરામ તન્ના, સહિત અનેક આગેવાનોએ હાજરી આપીને સદ્ગુરુદેવશ્રી સિધાંશુજી મહારાજનું શાલ ઓઢાડી ને સન્‍માન કરેલ,  સુધાંશજી મહારાજની ખાનુ રામના મંદિરે પૅરામણી થઇ તે -તસ્‍વીરો - (તસ્‍વીર પરેશ પારેખ પોરબંદર)

(2:10 PM IST)