<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ધોરાજીના નાની પરબડીમાં યુવકની હત્‍યા બાદ ચક્કાજામ કરીને રોષ ઠાલવ્‍યો

આરોપી ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહનો કબ્‍જો સંભાળવા ઇન્‍કારઃ દલીત સમાજ દ્વારા ચિમકી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૪: ધોરાજીના નાની પરબડી ગામ ખાતે વહેલી સવારે કોઈ અજાણ્‍યા શખ્‍સોએ દલિત યુવાનની હત્‍યા કરીને નાસી છૂટતા જે મામલે દલિત યુવાન વિમલ સાગઠીયાના મળત્‍યુદેહને ધોરાજી સરકારી હોસ્‍પિટલ ખાતે લાવતા દલિતોનો મોટા ટોળા ઉમટી પડ્‍યા હતા.

આ સમયે મળતકના સગા સંબંધીઓએ ભારે વેદના વ્‍યક્‍ત કરતા જણાવેલ કે અમારા એક ના એક પુત્રની હત્‍યા નીપજાવવામાં આવેલી છે તે તાત્‍કાલિક આરોપીને પકડવામાં નહીં આવે ત્‍યાં સુધી અમો લાસનો કબજો સંભાળશું નહીં.

આ બાબતે પોલીસની યોગ્‍ય ખાતરી નહીં મળતા મામલો ખરાબ થયો હતો અને દલિત સમાજ ગેલેક્‍સી ચોક ડોક્‍ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચીને ચાર રસ્‍તા ચકાજામ કર્યા હતા અને પોલીસ વિરુદ્ધ ભારે સૂત્રોચાર પોકાર્યા હતા.

આ સમયે દલિત સમાજના સામાજિક અગ્રણી યોગેશભાઈ ભાષા અશોકભાઈ સોંદરવા દીપકભાઈ ભાષા નરસિંહભાઈ દવેરા તેમજ દલિત સમાજના અન્‍ય આગેવાનો પણ ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

(4:05 PM IST)