<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રૂપિયા ૩૫૦૦ ની લાંચ લેતા જેતપુરના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ દેવમુરારી સહિત ૩ ઝડપાયા.

બળતણનાં લાકડાની હેરફેર કરતી બુલેરો પિકવાંનચાલકને હેરાન ન કરવા માંગણી થયેલ. સરકારની છબી ખરડાય તેવા કાર્ય કરનાર વિરૂદ્ધ એસીબી વડા શમશેર સિંઘનો જંગ આગળ વધે છે.માદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલ અને ટીમનો વધુ એક સપાટો

રાજકોટ .  વાહનના બળતણનાં લાકડાંની હેરફેર કરતા ફરિયાદી બુલેરો ચાલકને ખોટી રીતે હેરાન ન કરવા માટે  જેતપુર શહેરના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ તથા  આરોપી નંબર ૨  ટ્રાફિક બ્રિગેડનાં વિક્રમભાઈ દ્વારા જેતપુરના નાગરિક જતીનભાઈ  રાજપરા સાથે મળી કુલ રૂપિયા ૩૫૦૦/- માંગેલ.ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય ACB નો કોન્ટેક્ટ કરતા મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલના સુપરવિઝન નીચે રાજકોટ શહેર પીઆઇ પી.એ દેકીવાડિયા ટીમ દ્વારા છટકામાં ઝડપી લીધેલ. રાજ્ય સરકારની છબી ખરડાઈ તેવા કૃત્ય કરતા સરકારી બાબુઓ સામે acb વડા શમશેરસિંઘ દ્વારા ચાલતું અભિયાન આગળ વધી રહ્યું છે.

(9:47 PM IST)