<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

પોરબંદરની સરકારી હોસ્‍પિટલના ૨ એસી બર્ન વોર્ડનો ઓફિસ કામ માટે ઉપયોગ!!

દાઝી ગયેલાઓની ઇમરજન્‍સી સારવાર માટેના અદ્યતન સુવિધાવાળા વોર્ડ લાંબા સમયથી બંધ અન્‍ય વોર્ડમાં અપાતી સારવાર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૫: ભાવસિંહજી સરકારી હોસ્‍પિટલમાં દાઝી ગયેલાઓના કેસમાં દર્દીઓને રાહત રૂપ તાત્‍કાલીક સારવાર મળી રહે તે માટેના અદ્યતન સુવિધા સાથેના ૨ એસી. વોર્ડ લાંબા સમયથી બંધ છે આ બંને વોર્ડનો ઉપયોગ ઓફિસ વર્ક માટે કરવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠી છે.

સરકારી હોસ્‍પિટલમાં દાઝી ગયેલા ઓના મોટાભાગના કેસ જામનગર કે અન્‍ય શહેરની હોસ્‍પિટલમાં મોકલી દેવામાં આવે છે. દાઝી ગયેલાઓને આ સરકારી હોસ્‍પિટલમાં પુરતી સારવારઅપાતી નથી દાઝી ગયેલાઓને પીડા રહિત સારવાર માટે અદ્યતન સાધન સુવિધાઓ છે. પરંતુ તેનો ઉપયોગથતો નથી.

સરકારી હોસ્‍પિટલમાં દાતાઓની સરકારથી શરૂ કરવામાં આવેલા વોર્ડ રૂમ હાલ બંધ છે. આવા વોર્ડનો ઉપયોગ સ્‍ટાફને રહેવા માટે ᅠકરાતાની ફરિયાદો છે જેના કારણે દાતાઓની શરતોનો ભંગ થઇ રહ્યો ે છે. દર્દીઓ માટે આ વોર્ડનો ઉપયોગ થતો નથી.

(1:48 PM IST)