<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

સારી પગાર વાળી નોકરી ન મળતી હોવાથી જૂનાગઢની યુવતીનો આપઘાત

ઘરે ધંઉમાં નાખવાના ટીકડા ખાઇને મોતને મીઠું કર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૫: જૂનાગઢમાં મધુરમ બાયપાસ પાસે વિશ્વકર્મા નગરમાં આવેલ વિનાયક ટાઉનશીપમાં રહેતા ૨૩ વર્ષના દિવ્‍યાબેન ધર્મેન્‍દ્રભાઈ મોરવાડા શિક્ષિત હતા પરંતુ સારી પગારવાળી નોકરી મળતી ન હોવાથી ટેન્‍શનમાં હતા. આખરે ગઈકાલે બપોરે પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમનું મળત્‍યુ થતાં પોલીસે મળતકના ભાઈ અક્ષય મોરવાડાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:53 AM IST)