News of Thursday, 5th December 2024
ગોંડલના દેરડી પાસે કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થયું: એમપીના યુવાનનું મોત
સાળીને ગોંડલ મુકી પરત દેરડી જતી વખતે બનાવ

રાજકોટ તા. ૫: ગોંડલના દેરડી નજીક કુતરૂ આડે આવતાં બાઇક સ્લીપ થઇ જતાં દેરડી ગામે રહેતાં મુળ મધ્યપ્રદેશના જોગડીયાભાઇ જેઠાભાઇ ભુરીયા (ઉ.વ.૩૦)ને ગંભીર ઇજા થતાં મોત થયું છે.જોગડીયાભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો અને દેરડી ગામે રહેતો હતો. તેને ત્રણ સંતાન છે. પોતે તા. ૩ના રોજ દેરડીથી પોતાના સાળીને બાઇક પર બેસાડી ગોંડલ મુકવા ગયો હતો. ત્યાંથી પાછો દેરડી આવતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બનતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
