News of Thursday, 5th December 2024
જામનગરમાં પણ "હૈદરાબાદવાળી": પીવીઆર સિનેમામાં પુષ્પા-૨ ફિલ્મના પ્રીમીયર શોમાં પ્રેક્ષકો દ્વારા તોડફોડ
કોઇ પણ કારણોવશાત ફિલ્મ શરૂ ન થતાં પ્રેક્ષકોએ હંગામો મચાવીને થિયેટરમાં પોસ્ટર સહિતના ફર્નિચરની તોડફોડ કરી : પોલીસે મામલો થાળે પાડયો

(તસ્વીર: કિંજલ કારસરિયા-જામનગર)
જામનગર તા.૫ : જામનગરના પીવીઆર સિનેમામાં પુષ્પા-૨ ફિલ્મના પ્રીમીયર શો માં પ્રેક્ષકો દ્વારા હંગામો મચાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.આજે દેશભરમાં પુષ્પા-૨ ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો હતો.
રસપ્રદ બાબત એ છે કે ફિલ્મોના સામાન્ય રીતે યોજાતા શોના ટાઈમ કરતા વિશિષ્ટ એવો સવારના સાત વાગ્યાનો શો આખા દેશમાં રાખીને ફિલ્મ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જામનગરમાં પણ ચલચિત્ર પ્રેમીઓએ અગાઉથી ટિકિટો બુક કરીને હાઉસફુલ ઓડિયન્સ આપ્યું હતું પરંતુ કોઇ પણ કારણોવશાત ફિલ્મ શરૂ ન થતાં પ્રેક્ષકોએ હંગામો મચાવી હતી અને થિયેટરમાં પોસ્ટર સહિતના ફર્નિચરની તોડફોડ મચાવી હતી.
સિનેમાના વ્યવસ્થાપકો દ્વારા પોલીસને જાણ કરાતાં તેમણે સ્થળ પર આવીને મામલો કાબૂમાં લીધો હતો.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
