News of Thursday, 5th December 2024
ધોરાજીના નાની પરબડીમાં વિમલ સાગઠીયાની હત્યામાં આરોપી ઝડપાયો
૩ વખત ચક્કાજામ કરતા ડીવાયએસપી દોડી ગયાઃ રાત્રીના મૃતદેહની અંતિમવિધી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૫: ધોરાજીના નાની પરબડીમાં વિમલ સાગઠીયાની હત્યા કરનાર એક આરોપીને પોલીસે મોડી રાત્રીના ઝડપી લેવાતા રાત્રીના મૃતદેહની અંતિમવિધી કરવામાં આવી હતી. દલિત સમાજ દ્વારા ૩ વખત ચક્કાજામ કરવામાં આવ્યું હતું.
આરોપી સગીર અને મૃતક દારૂ પીવા બેઠા હતા ત્યારે કોઇ કારણસર ડખ્ખો થતા આરોપીએ મૃતકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
વહેલી સવારે નાની પરબડી ગામ નજીક દલિત યુવાનની લાશ પડી હોવાના સમાચાર ગ્રામજનોને મળતા નાની પરબડી ના ગ્રામજનો તાત્કાલિક દોડી ગયા હતા અને ધોરાજી તાલુકા પોલીસને જાણ કરતા ધોરાજી તાલુકા પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
નાની પરબડીના પૂર્વ સરપંચ અરવિંદભાઈ ગજેરાએ જણાવેલ કે અમારા ગામમાં રહેતા ઉકાભાઇ રાઘવભાઈ સાગઠીયા ના પુત્ર વિમલ ઉંમર વર્ષ ૨૨ જે આજરોજ વહેલી સવારના સાગઠીયા ના સુરાપુરા દાદા ની મંદિર ની બાજુમાં યુવાનની લાશ પડી હોય જે બાબતે અમને જાણ થતા તાત્કાલિક ગ્રામજનો દોડી ગયા હતા અને તપાસ કરતા અમારા જ ગામના દલિત યુવાન વિમલ ઉકાભાઇ સાગઠીયા ની લાશ હોય તેવું જાણવા મળતા તાત્કાલિક ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનને ફોન કરીને જાણ કરી હતી અને પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને લાસ નો કબજો લઈને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ધોરાજી શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાપત્રે નહીં તે બાબતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી ગોંડલના ડેપ્યુટીએસપી કિશોરસિંહ ઝાલા તાત્કાલિક ધોરાજી દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે નાની પરબડી ખાતે પણ રૂબરૂ ઘટના સ્થળ નિહાળેલું હતું અને બનાવ અંગે તપાસ કરીને મળતકના સગા સંબંધીઓ સાથે પણ મુલાકાત કરીને ઘટનાની તપાસ હાથધરી છે. હાલમાં રાજકોટથી ટોપ સ્કોર તેમજ એલસીબી પોલીસ પણ ધોરાજી ખાતે દોડી ગઈ છે
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
