News of Thursday, 5th December 2024
જામનગરમાં હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ મોૈન રેલી

જામનગરઃ જામનગરમાં હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ હિન્દુ સંગઠનો અને હિન્દુ ભાઈ બહેનોએ મૌન રેલી યોજી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતીમાં વસેલા હિન્દુ પરિવારો ઉપર થઈ રહેલા અત્યાચારો અને હિંસાને તેમજ મંદિરોમાં પૂજા વિધિ રોકી મંદિરોમા તોડફોડ કરીને ફેલાવાતી અરાજકતા રોકવા હિન્દુ સમાજ દ્વારા માગણી કરાઈ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
