<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

જેતપુરમાં ૪ દિવસ બાદ ચોરીના ચાર ફેરા ફરવાને બદલે પરિવારની ચિંતામાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મ હત્‍યા કરી.

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.પઃ શહેરના જમાદારની વાડી વિસ્‍તારમાં રહેતી યુવતિએ પોતાના ભાઈના ગમમાં અને લગ્નબાદ માતા-પિતાનું શું થશે? તેવી ચિંતા કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. એકવર્ષના સમય ગાળામાં પુત્ર અને પુત્રીના અકાળે અવસાનથી પરિવાર ઉપર આભ ફાટી પડયું. પી.એમ. માટે મૃતદેહને હોસ્‍પિટલે લાવવામાં આવતા આક્રંદથી ગમગીનીનું વાતાવરણ ફેલાયું.

અત્રેની જમાદાર વાડી વિસ્‍તારમાં રહેતા દિનેશભાઈ રાવલીયા કે જેઓ વિવેકાનંદ સ્‍કૂલમાં ફરજ બજાવે છે, તેમની ઉપર આભ ફાટી પડયું છે. એકવર્ષ પહેલા બિમારી સબળ તેનો દિકરો દેવનું અવસાન થયેલ જુવાન જોધ દિકરાના મૃત્‍યુના ગમમાંથી બહાર આવે તે પહેલા ગતરોજ તેમની પુત્રી સુરભીબેન (ઉ.વ.૨૧) કે જેના ૪ વર્ષ પહેલા લગ્ન નકકી કરી સગાઈ કરેલ. તેના હોશે હોશે પિતાએ કંકોત્રી છપાવી, પરંતુ કોને ખબર કે દિનેશભાઈના ભાગ્‍યમાં શું લખાયુ હશે. દિકરાના મૃત્‍યુબાદ દિકરી પણ તેના ભાગ્‍યમાં નહીં રહેવાની હોય. સુરભીબેને પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્‍મ હત્‍યા કરી લીધી. આ અંગે તેના પરિવારમાંથી જાણવા મળેલ કે, સુરભીબેન તેના એકના એક ભાઈ દેવના મૃત્‍યુબાદ રડયા કરતી હોય, તેને પોતાના લગ્નબાદ પોતે સાસરે ચાલી જશે પછી માતા-પિતાનું શું થશે. કોણ ધ્‍યાન રાખશે એવા ગમમાં આપઘાત કરી લીધેલ

(1:49 PM IST)