News of Thursday, 5th December 2024
પોરબંદરમાં રસ્તા ઉપરથી મળેલી સોનાના દાગીના ભરેલી બેગ ટ્રાફિક પોલીસે મૂળ માલિકને પરત કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૫: રસ્તા ઉપરથી સોનાના દાગીના ભરેલી બેગ મળતા ફરજ ઉપર રહેલ ટ્રાફિક પોલીસે મૂળ માલિકને શોધ કરીને ખરાઇ કરીને આ બેગ મૂળ માલિને સોંપી દીધી હતી.
શહેરમાં રામભાઇ કાનાભાઇ ઓડેદરા પોતાનું મોટર સાયકલ લઇ જીમમાં જતા હતા ત્યારે કમલાબાગ પાસે તેમનું બેગ રસ્તામાં કયાંક પડી ગયેલ અને થોડીવાર પછી રામભાઇને ખબર પડેલ કે તેનું બેગ પડી ગયેલ છે. જેની તપાસ કરતા ફરી કમલાબાગ સર્કલ પાસે આવતા ત્યા હાજર ટ્રાફીક પોલીસ, ટ્રાફીક બ્રિગેડ સ્ટાફને આ રામભાઇનું બેગ મળત ખરાઇ કરી પરત બેગ તેને આપી દીધેલ.
આ બેગમાં રામભાઇના રોકડ રકમ તથા આશરે ૧૫ તોલા સોનું જેમાં તેની સોનાની વીટીં ૫, તથા સોનાનો ચેઇન વિગેરે હતું. ત્યારબાદ રામભાઇએ પોરબંદર જીલ્લા પોલીસ ટ્રાફીક પોલીસ ટ્રાફીક બ્રિગેડ સ્ટાફના આભાર માનેલ અને પોલીસ પ્રજાનો મિત્ર છે. પોલીસ પ્રજાની સુરક્ષા માટે ખડે પગે હાજર છે. તેવું ઉતમ ઉદાહરણ સાર્થક કરેલ છે. પોલીસે પ્રમાણિકતાનું દાખવેલ છે તેને આવકરેલ છે.
મુળ માલિક રામભાઇએ પીએસઆઇ કે.એમ.સચદેવ પોરબંદર ટ્રાફીક શાખા એએસ. કાનાભાઇ એ. જોગલ, એચસી અજયસિંહ જાડેજા, ટીઆરબી- હસમુખભાઇ, જયેશભાઇ, આલાભાઇ, જયમલભાઇનો આભાર માન્યો હતો.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
