<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ભાવનગર-તળાજા હાઇવે પર ભંડારીયા ગામ નજીક ટેન્કરના ડ્રાઈવરનું ચાલુ વાહને હાર્ટએટેકથી મોત

ડ્રાઈવરનું મોત થતા ટેન્કર અનિયંત્રિત થઈને હાઈવેની નીચે ઉતરી ગયું અને બાજુની એક વાડીમાં ઘુસી ગયું

ભાવનગરમાં ભાવનગર-તળાજા હાઇવે પર ભંડારીયા ગામ નજીક ભારત પેટ્રોલિયમના ટેન્કરના ડ્રાઈવરને શરૂ વાહને હાર્ટએટેક આવ્યો હતો. ટેન્કરના ડ્રાઈવરનું મોત થતા ટેન્કર અનિયંત્રિત થઈને હાઈવેની નીચે ઉતરી ગયું હતું અને  બાજુની એક વાડીમાં ઘુસી ગયું હતું. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરતા વરતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. 

(11:56 PM IST)