<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

જાફરાબાદના લોઠપુર ગામ નજીક ટાવર પરથી નીચે પટકાતા બે શ્રમિકોના મોત

પવનચક્કી માટે ટાવર ઉભો કરવા બે મજૂરો ટાવર પર ચડ્યા હતા: મૃતક બંને મજૂરો કર્ણાટકના વતની

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક ટાવર પરથી નીચે પડતા બે શ્રમિકોના મોત થયા છે. લોઠપુર ગામ નજીક પવનચક્કી માટે ટાવર ઉભો કરવા બે મજૂરો ટાવર પર ચડ્યા હતા. બંને મજૂરો ઉપરથી કોઈ કારણોસર નીચે પડતા ઘટના સ્થળે મોત થયા છે. મળતી માહિતી મુજબ આ બંને મજૂરો કર્ણાટકના વતની છે.  ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલસન અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

(11:58 PM IST)