<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

બાંગ્લાદેશમાં કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા હિન્દુઓ ઉપર થતા અત્યાચાર સામે વિશ્વના માનવ અધિકાર સંગઠનો ચૂપ કેમ?: ભારત સરકાર હિન્દુઓની રક્ષા માટે આગળ આવે

કચ્છમાં વિશાળ રેલી, સનાતન હિન્દુ સમાજે કટ્ટરવાદીઓ દ્વારા ધર્મપરિવર્તન, હત્યા, અત્યાચાર, સાધુ સંતોની ધરપકડ, મંદિરોની તોડફોડ જેવી ઘટનાઓ આઘાતજનક ગણાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  બાંગ્લાદેશ માં હિંદુઓ પર થતા અમાનુષી અત્યાચાર ના વિરોધ માં કચ્છ ના સનાતન હિન્દુ સમાજે પૂજનીય સાધુ સંતો ના પ્રેરક માર્ગદર્શન હેઠળ વિશાળ રેલી સ્વરૂપે પ્રદર્શન સાથે કલેકટર શ્રી ને આવેદન પત્ર આપ્યું હતું.

 ​ બાંગ્લાદેશ માં શેખ હસીના ની સરકાર ને અલોક્તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પર ના અત્યાચારો માં ભારે વધારો થયો છે.ધાર્મિક સ્થળો ને નિશાન બનાવી ને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓ માં વધારો થયો છે અને ધર્મપરિવર્તન જેવા ગંભીર અત્યાચારો થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમ જનક છે.​

​બાંગ્લાદેશ સરકાર ની જવાબદારી છે કે પોતાના નાગરિકો ની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકાર ના અત્યાચારો ને રોકે. આ અત્યાચાર ના વિરોધ માં ઇસ્કોન સંસ્થા ના પૂ. સંત શ્રી ચિન્મય કૃષ્ણપ્રભુ દાસજી ના નેતૃત્વ માં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિંદુઓ પર પણ અત્યાચાર ​કરી પૂ. સંતશ્રી ને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે. જે કૃત્ય પણ અમાનવીય છે.

​આવેદન પત્ર માં સરકારશ્રી પાસેથી નીચે મુજબ માંગણી કરવામ આવી છે

• પૂજનીય સંત શ્રી ચિન્મય દાસજી ને તાત્કાલિક મુક્ત કરાવવા પ્રયસ કરવામ આવે

• બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા પ્રયાસ કરવામાં આવે

• પીડિતો ને ન્યાય અપાવવા તથા ગુનેગારો ને સજા અપાવવા પ્રયાસ થાય  

• હિન્દુ ધાર્મિક સ્થળો નો સુરક્ષા વધારાય

• અત્યાચારો ને રોકવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માં તાત્કાલિક સુધારો થાય

આવેદન પત્ર આપવા પહેલા ભુજ ના જયુબેલી ગ્રાઉન્ડ મધ્યે કચ્છભર ના સનાતન સમાજ ના પૂજનીય સાધુ સંતો સાથે વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ની ઉપસ્થિતિ માં સભા નું આયોજન થયું હતું.

​આ સભા ના પ્રારંભ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના કાર્યવાહ શ્રી મહેશભાઈ ઓઝાએ જણાવ્યું કે બાંગ્લાદેશ માં સનાતન હિન્દુ સમાજ પર થતા અત્યાચારો બંધ થવા જ જોઈએ અને ધર્મની જય તથા અધર્મ નો નાશ થાય તે માટે સમગ્ર વિશ્વ ના સનાતન હિન્દુ સમાજ એક થઇ ને કટ્ટીબદ્ધ થવું જ પડશે. સમગ્ર વિશ્વ માં કટ્ટરપંથીઓ ને માનવતા સાથે કોઈ જ સબંધ નથી અને અમાનુષી અત્યાચાર થઇ રહ્યા છે ત્યારે વિશ્વ ના કહેવાતા માનવ અધિકાર સંગઠનો કે ચુપ બેઠા છે?  જ્યાં જ્યાં હિંદુઓ નું પલાયન થાય છે ત્યાં વિકટ પરિસ્થિતિ ઉભી થાય જ છે ભારત ના જમ્મુ કાશ્મીર અને પૂર્વોતર ના રાજ્યો એના ઉદાહરણ છે. બાંગ્લાદેશ માંથી પણ હિંદુઓ નું પલાયન થાય તે માટે કટ્ટરપંથીઓ એકદમ આક્રમક થયા છે ત્યારે આપણા હિન્દુ ભાઈઓ બહેનો ની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે પ્રયાસ કરવાની આપણી પવિત્ર ફરજ છે. વિશ્વ હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના સહમંત્રી શ્રી દેવજીભાઈ મ્યાત્રાએ જણાવ્યું કે સમગ્ર હિન્દુ સમાજે એક થઇને બાંગ્લાદેશ ના આપણા ભાઈઓ ના સુખ શાંતિ માટે પ્રયાસ કરવા જોઈએ.  

 

​પ્રાસંગિક ઉદબોધન માં સ્વામી શ્રી પ્રદીપ્તાનાન્દજી એ બાંગ્લાદેશ સરકાર ને વખોડતા ની સાથે સાથે કહ્યું કે આપણે પણ જાગવાની જરૂર છે તમે જાગતા રહેશો તો જ જીવતા રહેશો તેવી સ્થિતિ ધીરે ધીરે કચ્છ ના સરહદી વિસ્તારો માં પણ નિર્માણ થઇ રહી છે. બાંગ્લાદેશ ના હિન્દુ સાથે ભારત નો સમગ્ર સંત સમાજ તથા સનાતની હિંદુઓ છે જ ત્યારે વર્તમાન માં ચાલી રહેલા લોકસભા ના સત્ર માં પણ બાંગ્લાદેશ ના હિંદુઓ ની રક્ષા માટે કોઈ બીલ પારિત થાય તે માટે કેન્દ્ર સરકારે પણ આગળ આવવું જોઈએ. અંજાર ના સંત શ્રી પૂજ્ય પચાણ દાદા માતંગે પણ હિન્દુ સમાજ ને માર્ગદર્શન આપતા કહ્યું કે જરૂર પડે ત્યારે શાસ્ત્ર સાથે શસ્ત્ર ઉપાડવા પણ તત્પર રહેવું પડશે. તથા સમગ્ર સનાતન સમજે કે થઇ ને સનાતન ધર્મ ના વિરોધીઓ નો સામનો કરવો પડશે.

​ભુજ સ્વામીનારાયણ મંદિર ના સંત શ્રી સદગુણ દાસજી સ્વામી એ કહ્યું કે વિશ્વ માં ક્યાંય પણ હિન્દુ સમાજ પર અત્યાચાર થાય ત્યારે મૌન બેસી રહીએ તો હાથ માં બંગાળી પહેરાવી પડે. સનાતન ધર્મ ની રક્ષા માટે હિન્દુ સમજે નાત જાત ના ભેદભાવ ભૂલી ને સમરસતા સાથે વિરોધી શક્તિઓ સામે એક થઈને ઉભા રહેવું પડશે બોર્ડર વિસ્તાર ની ચિંતા કરતા સંઘ દ્વારા સરહદી વિસ્તાર માં જે કાર્યો થાય છે તેની સરાહના કરતા અન્ય સંસ્થાઓ પણ આ કર્યો માં જોડાય તેવું આહવાન કર્યું હતું. સાથે સરકાર શ્રી ને વિનંતી કરી હતી કે લોકસભા માં જયારે ત્રીજી વાર તમને મોકલ્યા છે ત્યારે હિન્દુ સમાજ પર થતા અત્યાચારો રોકવા માટે સરકારે મહતમ પરિણામ લક્ષી પ્રયાસો કરવા જોઈએ. ઇસ્કોન ના સંત શ્રી રઘુ શ્રેષ્ઠ દાસજી એ પણ કચ્છ ના સનાતન હિન્દુ સમાજ નો આભાર માનતા કહ્યું કે બાંગ્લાદેશ ની કપરી પરિસ્થીતી સમયે ઇસકોન સંસ્થાએ કોઈપણ ભેદભાવ વગર દરેક ધર્મ ના લોકો ની ખુબ સેવા કરી પણ વર્તમાન કટ્ટરપંથી સરકારે એને નઝર અંદાજ કરીને સનાતન હિંદુઓ માટે અવાજ ઉઠાવી રહેલે સંતશ્રી ને જેલ માં ધકેલી દીધા છે.ત્યારે કચ્છ ના સનાતન હિન્દુ સમાજ ના પ્રયાસો ખરેખર વંદનીય છે.

​ઉપસ્થિત સંત શ્રી પંકજ મુની સ્વામીએ કહ્યું કે હિન્દુ દેવી દેવતા ના ફોટા જોઈએ તુઅરે તેમના હાથ માં શાસ્ત્ર ની સાથે શસ્ત્ર પણ હોય જ છે એ શસ્ત્ર સનાતન હિન્દુ સમાજ ણી રક્ષા માટે જ છે. આપણા ભગવાને પણ ધર્મ ની રક્ષા માટે શસ્ત્ર ઉપડ્યા જ છે. તેમને ઇઝરાયલ નું ઉદાહરણ આપતા કહ્યું કે સનાતન હિન્દુ સમાજે સન્માનયુક્ત જીવન જીવવું હોય તો જરૂર પડે ત્યારે કાયર થયા વગર શસ્ત્રો ઉપાડવા જ પડશે અને હિંમત થી લડતા પણ શીખવું પડશે દયાવાન અને કરુણાવન થઇ ને પાગલ કુતરા સામે ન લડી શકાય.

​સભા માં પૂજ્ય સંતો શ્રી સોનલ લાલજી મહારજ, પૂ શ્રી લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર, પૂ શ્રી કેશાવદાસજી ભુજ સ્વામીનારાયણ મંદિર, શ્રી  મુકુન્દદાસજી મહારાજ, શ્રી સુરેશ્દાસ્જી મહારાજ, શ્રી ધ્રુવકુમાર શાસ્ત્રી, મહંત શ્રી રામેશ્વરપૂરી બાપુ, શ્રી પુનીત મહારાજ, શ્રી નિરંજનદાસ ગુરુપુરાણદાસજી, શ્રી પ્રકાશ્મુનીજી ગુરુ લવકુશ મુનીજી,શ્રી ખાનુભા ભગત જાડેજા, સાધ્વી શ્રી ભક્તિમાં – નાખાત્રાણા, શ્રી દીનેશ્ગીરી બાપુ, શ્રી કૈલાસપૂરી બાપુ,, શ્રી શ્યામભારતી બાપુ, શ્રી મુરજી દાદા, શ્રી રવીગીરી બાપુ, શ્રી ચિન્મય દાસજી, શ્રી રામ સાહેબ, વગેરે ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

​કાર્યક્રમ માં સામાજિક અગ્રણીઓ ભુજ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી અનિલભાઈ ગોર, કચ્છી લેવાપટેલ સમાજ ના શ્રી કેસરભાઈ પીન્ડોરીયા, શ્રી રામજીભાઈ સેંઘાણી, શ્રી રવજીભાઈ ગોરસીયા, કડવા પટેલ સમાજ ના અગ્રણી શ્રી ગંગારામભાઈ પટેલ, શ્રી બાબુભાઈ ચોપડા, વરિષ્ઠ અધિવક્તા શ્રી હેમસિંહભાઈ ચૌધરી, શ્રી ઘનશ્યામભાઈ ગોર, આહીર સમાજ ના શ્રી સતીશભાઈ છાંગા શ્રી ધનજીભાઈ ઢીલા, શ્રી અરજણભાઈ ગોયલ, લોહાણા સમાજ ના અગ્રણી શ્રી ડો મુકેશભાઈ ચંદે, શ્રી દિનેશભાઈ ઠક્કર, શ્રી મનોજભાઈ ઠક્કર, જૈન સમાજ ના શ્રી જીગરભાઈ છેડા, ભદ્રેશભાઈ દોશી, શ્રી કિશોરભાઈ મોરબીયા સોની સમાજ ના પ્રણવભાઈ સોની શ્રી હિતેશભાઈ સોની, શ્રી દિનેશભાઈ સોની , બ્રહ્મ સમાજ ના શ્રી અગ્રણી શ્રી મનોજભાઈ જોશી, શ્રી રાજેશભાઈ ગોર, કંદોઈ સમાજના શ્રી કિશોરભાઈ ભીલ, ભીલ સમાજ ના શ્રી રાજેશભાઈ ભીલ, મરાઠી સમાજ ના શ્રી રાજુભાઈ સાંગલી, અગ્રણી શ્રી ડો સુરેશભાઈ રૂડાણી, શ્રી દિલીપભાઈ દેશમુખ, ધારાસભ્યો શ્રી અનીરુધભાઈ દવે, શ્રી પ્રદ્યુંમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, સરી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મહીલા  મોરચા ના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, કિસન સંઘ ના શ્રી કર્માંનભાઈ ગાગાલ તથા શ્રી વાલબાઈ રાબડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

         સભા માં RSS ના કચ્છ વિભાગ સંઘચાલક શ્રી હિંમતસિંહ વસણ ઉપસ્થિત રહ્યા હતા તથા સંચાલન કરતા RSS ના વિભાગ કાર્યવાહ શ્રી રવજીભાઈ ખેતાણી એ ઉપસ્થિત સાધુ સંતો, પત્રકારો, સામાજિક અગ્રણીઓ તથા સનાતન હિન્દુ સમાજ ના ભાઈઓ બહેનો નો આભાર વ્યક્ત કર્યો હતો

​અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ભુજ ના APMC, શરાફ બાઝાર સહિત મોટા ભાગ ના વેપારી સંગઠનો સવારે ૧૦-૧૨ પોતાના કામકાજ બંધ રાખી ને કાર્યક્રમ માં જોડાયા હતા

કાર્યક્રમ ને સફળ બનાવવા RSS પ્રેરિત સંગઠનો આરોગ્યભારતી, સાહિત્ય પરિષદ,શૈક્ષિક મહાસંઘ, ભારત વિકાસ પરિષદ, વિધ્યાભારતી, કિસન સંઘ, ABVP, અધિવક્તા પરિષદ, ભાજપ, લઘુ ઉદ્યોગભારતી, ભારતીય વિચાર મંચ,સંસ્કૃતભારતી, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, સીમા જાગરણ મંચ, સ્વદેશી જાગરણ મંચ, NMO, સંસ્કારભારતી ભારતીય મજદૂર સંઘ, સહકારભારતી, ભારતીય મજદૂર સંઘ, ક્રીડાભારતી ભારતીય શિક્ષણ મંડલ, સક્ષમ વગેરે એ સાથે મળીને જહેમત ઉઠાવી હતી.

(9:32 AM IST)