<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જુનાગઢમાં નાનજીભાઇ વેકરીયાની બીજી પુણ્‍યતિથીએ ‘‘વેદથી વિજ્ઞાન'' કાર્યક્રમ યોજાયો

પુ.મુકતાનંદબાપુ, પુ.માધવપ્રિયદાસજી, પુ.પારસમુની મહારાજ સહિતના ઉપસ્‍થિતઃ અનેક સેવાકાર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૬: જુનિયર ચેમ્‍બર એજ્‍યુકેશન ટ્રસ્‍ટ આયોજિત શ્રી નાનજીભાઈ રવજીભાઈ વેકરીયાની દ્વિતીય પુણ્‍યતિથિ નિમિત્તે રીલીજન એન્‍ડ લાઈફ સ્‍ટાઈલ ફેસ્‍ટ આધારિત વેદથી વિજ્ઞાન કાર્યક્રમ સી.એલ.કોલેજ પરિસર ખાતે જૂનાગઢના સંતગણ, પ્રબુદ્ધ નગરજનો, શિક્ષણવિદ અગ્રણીઓ, કેળવણીકારો, ધારાશાષાીઓ, જાહેર ક્ષેત્રના રાજકીય અને સામાજિક આગેવાનો અને તબીબી જગતના અગ્રણી ચિકિત્‍સકોની ઉપસ્‍થિતિમાં એસ.જી.વી.પી  ગુરુકુળ પરંપરાનાં સ્‍વામી માધવપ્રિયદાસજી સ્‍વામીએ દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકયો હતો.

કાર્યક્રમના પ્રારંભે શિક્ષણધામ ચાપરડાના સંત શ્રી મુક્‍તાનંદબાપુએ ઉપસ્‍થિત બૌદ્ધિક નગરજનોને સંબોધતા જણાવ્‍યું હતું. કે સફળ રાજનીતિજ્ઞ અને કેળવણી ક્ષેત્રે યુવાનોમાં શિક્ષણનું સિંચન કરનાર નાનજીભાઈ વેકરીયાની દ્વિતિય પુણ્‍યતિથિ નિમિત્તે વેદથી વિજ્ઞાન શીર્ષક તળે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્વાન વ્‍યક્‍તિઓ પરસ્‍પર જ્ઞાનનું આદાન-પ્રદાન કરી અને ભારતીય સંસ્‍કાર અને સંસ્‍કળતિના મૂલ્‍યોને જાળવણી કરવા જ્‍યારે એકત્રિત થયા છે ત્‍યારે આવા કાર્યક્રમો થકી દિવંગત આત્‍માને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી છે.

માધવપ્રિય દાસજીએ પ્રાસંગિક વાત કરતા જણાવ્‍યુ હતું કે સાંપ્રત સમયમાં જનસમુદાય વાંચન થી દૂર થતો જાય છે, ત્‍યારે આજે નાનજીભાઈ વેકરિયા નાં પરિજનો દ્વારા વેદ થી વિજ્ઞાન નિ સમજ આપવી દિવંગતની દ્વિતિય પુણ્‍યતિથિ નિમિત્તે જે કાર્યર્ક્‍મ ઘડ્‍યો છે. જે સમયની સમજદારી છે.

જૈન મુનિ પારસ મુનિ મહારાજ સાહેબે કહ્યું, વેદ શાષાો નું જ્ઞાન સંસ્‍કળત ભાષામાં હતું અને આ ભાષા લખાતી ન હતી. લોકો એકબીજા પાસેથી જ્ઞાન લેતા અને તેને યાદ કરતા હતા. પછી પાછળથી, તેને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. એન્‍જિનિયરો અને વૈજ્ઞાનિકોને સંસ્‍કળતમાં બહુ રસ પડે છે. કમ્‍પ્‍યુટર માટે આ ભાષા ખૂબ જ સરળ છે અને આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ તેને સરળતાથી વાંચી શકે છે. ગણતરીમાં સંસ્‍કળતનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના પર ઘણું સંશોધન થઈ રહ્યું છે.

કાર્યક્રમના પ્રારંભે સુરેશભાઈ વેકરીયાએ આમંત્રિતોને આવકારી નાનજીભાઈ વેકરીયાની દ્વિતિય પુણ્‍યતિથિ નિમિત્તે આયોજિત વેદથી વિજ્ઞાન કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી, ઉપસ્‍થિત મંચસ્‍થ મહાનુભાવોના હસ્‍તે વેદથી વૈજ્ઞાનિક પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. રાજકોટના અમરેલી ખાતે આકાર પામી રહેલી ખોડલધામ કેન્‍સર હોસ્‍પિટલને સુરેશભાઈ વેકરીયા તરફથી ૧૧૨ ચોરસ વાર જમીન દાનની નિધિનો ચેક ટ્રસ્‍ટીગણને અર્પિત કર્યો હતો. આ જ પરિવાર દ્વારા બાળકોના સર્વાંગી ઉન્નમૂલન માટે શિષ્‍યવળત્તિ રકમ પેટે રૂ.૨,૯૦,૦૦૦/ની રકમનો ચેક શિષ્‍યવળતિ લાભાર્થીને અર્પિત કરેલો હતો.આ તકે આમંત્રિત સૌ કોઈ બૌદ્ધિક નગરજનોએ કેળવણીકાર નાનજીભાઈ રવજીભાઈ વેકરીયા ની દ્વિતીય પુણ્‍યતિથિ નિમિત્તે ભાવાજલીનો સૂર વ્‍યક્‍ત કરી આજના વેદથી વિજ્ઞાન કાર્યક્રમના અંતર્ગત આયોજિત પુસ્‍તક પ્રદર્શનમાં વેદ,પુરાણ, ઉપનિષદ અને વિવિધ ધર્મશાષાના પુસ્‍તકોનું નિદર્શન કર્યું હતું તે નિહાળ્‍યું હતું. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(

(10:19 AM IST)