<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જાહેરનામા ભંગની સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૧૩ હોટલ- ગેસ્‍ટ હાઉસના માલીકો સામે ફરિયાદ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૬: સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસવડા ગૌરીશ પંડયાએ સુરેન્‍દ્રનગર જીલ્લામાં આવેલ તમામ હોટલ, ધાબા, ગેસ્‍ટહાઉસ વિગેરે ચેક કરવા ખાસ ઝુંબેશ હાથધરી હતી.

ચેકીંગ કરી ચેકીંગ દરમ્‍યાન નિયમોસાર ભેટલ ગેસ્‍ટ હાઉસ દ્વારા કાર્યરીતી કરવામાં ન આવતી હોય તો તેઓના વિરૂદ્ધ કાયદેસરની કામગીરી કરવા માટે જીલ્લાના તમામ થાણા અમલદાર તથા જીલ્લાની બ્રાન્‍ચ જેમા એસઓજી, એલસીબી તથા પેરોલફર્લો સ્‍કોડની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં આવેલ તમામ હોટલ ગેસ્‍ટ હાઉસની ચેકીંગ કરતા કરાવતા જીલ્લામાં આવેલ નિચે જણાવેલ હોટલ ગેસ્‍ટહાઉસના માલિક મેનેજરો વિરુધ્‍ધ જેમાં જી.પી.એકટ ૧૩૧ મુજબના કુલ-૦૭ કેસ (PATHIK SOFTWARE) તથા બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબના ૦૬ કેસ (CCTV) એમ મળી કુલ ૧૩ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:18 AM IST)