<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ભાવનગર જિલ્લા જેલના કાચા કામના કેદીએ ગુપ્‍ત ભાગે સંતાડેલો મોબાઇલ ફોન ઝડપાયો

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬: ભાવનગર જિલ્લા જેલમાં જેલના ઇન્‍ચાર્જ જેલર વિષ્‍ણુજી વાઘેલા તથા ચેકિંગ ટીમે તપાસ કરતા બેરેક નંબર ૫ પાસ  મોબાઇલ નું ચાર્જર મળી આવતા ચેકિંગ ટીમે જેલના કેદીઓની તપાસ કરી હતી પરંતુ મોબાઇલ મળી આવ્‍યો ન હતો. પરંતુ જેલમાં મોબાઇલ હોવાની ચોક્કસ શંકા જતા જેલ માં મેડિકલ ઓફિસરને બોલાવી શંકાસ્‍પદ જણાતા કાચા કામના કેદી તરીકે બેરેક નંબર ૫ માં સજા ભોગવતા રવિ નટુભાઈ બારૈયા ઉ.વ. ૨૩ નામના કેદી નું મેડિકલ ચેકઅપ કરાવાતા તેના એક્‍સરે ફોટામાં ગુદાના ભાગે મોબાઈલનો ફોટો સામે આવતા તેને હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યો હતો અને કેદી પાસેથી કેચુંડો કંપનીનો મોબાઇલ કબજે કરવામાં આવ્‍યો હતો. હાલ કાચા કામના કેદીને હોસ્‍પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

આ બનાવ અંગે ભાવનગર જિલ્લા જેલના ઇન્‍ચાર્જ જેલર વિષ્‍ણુ જી. વાઘેલાએ કેદી રવિ બારૈયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. કેદીના ગુપ્ત ભાગે મોબાઈલ  મળી આવવાના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

(2:21 PM IST)