<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ઠંડીનો નવો રાઉન્‍ડ દસમીથી

નવા વેસ્‍ટર્નડિસ્‍ટર્બન્‍સના આગમને શિયાળો જમાવટ લેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૬: આગામી ૯-૧૦ ડીસેમ્‍બરે નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગન ઉતરના રાજયોમાં થશે. જે પસાર થયા બાદ ઉતરના પવનોને કારણે રાજસ્‍થાન અને ગુજરાતમાં દિવસે પણ શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ દસમી ડીસેમ્‍બરની આસપાસ શરૂ થશે. આઇ ઓમડી અનુસાર અમુક રાજયોમાં વરસાદ પણ વરસશે. સ્‍કાયમેટના એમડી મહેશ પલાવતના કહેવાનુસાર વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સના આગમાન પહેલા જ ગુજરાતમાં ગઇ કાલેથી ઠંડીમાં ક્રમશઃ આંશિક વધારો થતો જોવા મળશે. દસમી ડીસેમ્‍બરથી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પસાર થઇ ગયા બાદ ગુજરાત તરફ ઉતરના ઠંડા પવનોથી તાપમાન વધુ નીચુ જશે. અને દિવસના ભાગે પણ શિયાળા ની ઠંડીની જમાવટ જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજી માસ ડિસેમ્‍બર ઠંડીનો ઘોરીમાસ ગણાય છતા હજુ દિવસે ધ્રુજાવતી ઠંડીનો અભાવ જોવા મળે છે

(2:20 PM IST)