News of Friday, 6th December 2024
સી.આર.પાટીલના દિલ્લી સ્થિત નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહમાં સાસંદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા ઉપસ્થિત.

મોરબીઃ પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઈકાલે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ તોહમિલન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગળહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી અશ્વીની વૈષ્ણવ, હરદીપસિંહ પુરી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજકોટ સાસંદ પરસોત્તમભાઈ રૂપાલા, પોરબંદર સાસંદ મનસુખભાઈ માંડવીયા, જામનગર સાસંદ પૂનમબેન માડમ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગળહમંત્રી અમીતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાસંદ પુરૂષોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાએ એક જ ટેબલ પર બેસી ભોજનની મોજ માણ્યું હતું. ભોજન પુરુ ગુજરાતી સ્ટાઈલનું અને સુરતની વાનગીઓની વિષમતા સાથે હતું. તેમજ તમામ તમામ સાસંદ- ધારાસભ્ય અને ભાજપ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ફોટા પડાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી-કચ્છ સાસંદ વિનોદભાઈ ચાવડા, સુરેન્દ્રનગર સાસંદ ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમળતિયાની પીઠ ધાબડતા જોવા મળ્યા હતા. તેમજ સાસંદ વિનોદભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. તે વેળાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સાસંદ વિનોદભાઈ વચ્ચે ચહેરા પર સ્મિત સાથેની તસ્વીર તમે જોઈ શકો છો.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ-મોરબી)
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
