News of Friday, 6th December 2024
જામનગરમાં ત્રણ વર્ષ પહેલા ગુમ થનાર ઇસમને શોધી કાઢતી પોલીસ

જામનગર , તા. ૬: જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદર્શન મુજબ જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.ની દરબારગઢ પોલીસ ચોકીના વિસ્તારમાંથ્ી ૩ (ત્રણ) વર્ષ પહેલા ગુમ થયેલ ઇસમ ઇસ્માઇલ કાસમભાઇ આરબ (ઉ.૩૭) ધંધો ગેરેજકામ રહે. રંગમતી સોસાઇટી, હુશેની ચોક હસમીન મસ્જીદની સામે, વાળા ગુમા થઇ ગયેલ હોય અને જેની પત્ની રૂબીનાબેન એ જામનગર સીટી એ. ડીવી. પો. સ્ટે. જાણવા જોગ નં. ૬૩/૨૦૨૧ (ગુમ રજી.નં. ૧૯/૨૦૨૧) થી જાહેર કરેલ હોય જે તપાસ હાલ દરબારગઢ પોલીસ ચોકીના પો. હેડ કોન્સ. ભગીરથસિંહ જે. જાડેજા નાઓ ચલાવી રહેલ હોય, જેઓએ આ ગુમથનાર આરબને શોધી કાઢી તેના ઘરપરીવારના સભ્યો સાથે મીલન કરાવેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા ઇન્ચાર્જ પો. સબ ઇન્સ. વી.આર.ગામેતી પો. હેડ કોન્સ. ભગીરથસિંહ જયવીરસિંહ જાડેજા તથા પો. કોન્સ. ભવદિપસિંહ એમ. પરમાર દ્વારા કરવામાં આવેલ છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
