<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મોરબી જિલ્લા ભાજપના ૯ મંડલના પ્રમુખોની વરણી માટે નવા ધારાધોરણો જાહેર

આગામી તા ૭ અને ૮ એમ બે દિવસ ફોર્મ સ્‍વીકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે : નક્કી કરવામાં આવેલ ૮ નિયમો મુજબ જ પ્રમુખપદ આપવામાં આવશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૬ : મોરબી જીલ્લા ભાજપ દ્વારા ૮ મંડલોના નવા પ્રમુખો નિમવા માટેની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. આ વખતે જે નવા ધારાધોરણો નક્કી થયા છે તેને મુજબ આગામી તા ૭ અને ૮ એમ બે દિવસ ફોર્મ સ્‍વીકારવામાં આવશે.

બે દિવસ સવારે ૧૦ થી ૩ વાગ્‍યા સુધી જીલ્લા ચૂંટણી અધિકારી દિલીપભાઈ પટેલ જીલ્લા કાર્યાલય પર ફોર્મ સ્‍વીકારશે, ઉમેદવારી ફોર્મ પણ તેમની પાસેથી મળશે. સમય પૂર્ણ થયા બાદ ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહી.

મંડલ પ્રમુખની પસંદગી માટે યોગ્‍યતાના ૮ માપદંડ જાહેર કરવામાં આવ્‍યા છે, જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં એક વખત કુલ મળીને બે વખત શકય સક્રિય શાભ્‍ય બનેલા હોવા જોઈએ. જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે, સક્રિય સદસ્‍ય તરીકેની પહોંચ, કાર્ડ સાક્ષી નંબર સાથે જીલ્લા /મહાનગર દ્વારા ઙ્કમાણિત પત્ર, મહત્તમ ઉંમર ૪૦ વર્ષની હોવી જોઈએ. જેમાં ખાસ કિસ્‍સામાં છૂટછાટ માટે મહત્તમ ૪૫ વર્ષ સુધીનો નિર્ણય ચૂંટણી અધિકારી કરશે. આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્‍સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર જન્‍મતારીખનો દાખલો આમાંથી કોઈપણ બે સાથે જોડવાના રહેશે. ઈચ્‍છુક કાર્યકર્તા એ મંડલની ટીમમાં અથવા જીલ્લાની ટીમ, સેલ, મોરચા પ્રકલ્‍પમાં કામ કરેલ હોવુ જોઈએ. વર્તમાનમાં સ્‍થાનિક સ્‍વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તા મંડલ પ્રમુખ માટે દાવેદારી કરી શકશે નહી. મંડલ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તા ને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્‍લડ રિલેસન પરિવાર ગણવો) je મંડલ પ્રમુખ બે ટર્મ પ્રમુખ રહ્યા હોય તેને રિપીટ કરી શકાશે નહી. ઉમેદવારી ફોર્મ સાથે બે ફોટા આપવા ફરજીયાત હોવાનુ જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીની યાદીમાં જણાવાયુ છે.

(2:20 PM IST)