News of Friday, 6th December 2024
લગ્નપ્રસંગમાં દાગીના ચોરતી કડીયા સાંસી ગેંગનો શખ્સ ૧૪.૩૧ લાખના મુદામાલ સાથે ઝડપાયો
અમરેલી, જુનાગઢ અને આણંદ જીલ્લામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૬: લગ્નપ્રસંગમાં સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરતી કડીયા સાંસી ગેંગના એક સભ્યને સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ.૧૪,૩૧,૬૪૭/-ના મુદામાલ સાથે પકડી પાડી, અમરેલી, જુનાગઢ તથા આણંદ જિલ્લાના કુલ-૩ ગુનાઓ ડીટેકટ અમરેલી એલ.સી.બી.ટીમે કર્યો છે.
ભાવનગર રેન્જ આઇ.જી. ગોૈતમ પરમાર અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચનાથી ટીમે વિકાસ શલકરામ સાંસી ઉ.વ.૨૩ રહે.મુંગાવલી, અશોકનગર, થાના-બોડા, તા.પાચોર, જિ.રાજગઢ (બ્યાવરા), હાલ.રહે. કડીયા સાંસી(ચોૈરાસી), તા.પચોર, જી.રાજગઢ (મધ્યપ્રદેશ)ને ઝડપી પાડયો છે.
જેમાં (૧) સોનાનું કલકતી ડોકીયુ તથા બુટ્ટી વજન વજન ૨૯.૩૯૦ ગ્રામ કિ. રૂા.૨,૦૬,૨૧૭/- (૨) એક સોનાનો ઇન્ડો ચેઇન વજન ૧૩.૮૩૦ ગ્રામ કિ.રૂા. ૯૭,૦૩૮/- (૩) એક સોનાનું કાસ્ટીંગ પેંડલ વજન ૨.૨૬૦ ગ્રામ કિ. રૂા. ૧૫, ૮૫૭/- (૪) એક ચાંદીનો એન્ટીક કંદોરો વજન ૨૮૪. ૩૨૦ ગ્રામ કિ. ૨૫,૫૮૮/- (૫) એક ચાંદીનો તુલસી કયારો વજન ૧૪. ૯૬૦ ગ્રામ કિ. રૂા. ૧૩૪૬/- (૬) એક ચાંદીની ગાય સહિત કિ. રૂ. ૧૪,૩૧,૬૪૭/- નો મુદામાલ. જપ્ત કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠઇ અમરલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ. પટેલ પો.સ.ઇ. એમ.બી. ગોહીલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવીદભાઇ ચૌહાણ, બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. સુરેશભાઇ મેર, મનિષભાઇ જાની, તુષારભાઇ પાંચાણી, રાહુલભાઇ ઢાપા તથા પો. કોન્સ. ભાવિનગીરી ગોૈસ્વામી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
