<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

અમરેલીના જસવંતગઢમાં સાસુની હત્‍યા કરનાર જમાઇ નયન જોષી ઝડપાયો

પતિ-પત્‍નિ વચ્‍ચે વારંવાર ઝઘડા થવા પાછળ તેના સાસુની ચડામણી હોવાનું માનીને મોતની ઘાટ ઉતારી દીધા'તા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬: અમરેલી જીલ્લાના જસવંતગઢમાં સાસુ પ્રભાબેન તેરૈયાની હત્‍યા કરનાર જમાઇ નપન  તુલજાશંકર જોષીની ધરપકડ અમરેલી પોલીસે કરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગઇ તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ ભાનુશંકરભાઇ, ભીમજીભાઇ તેરૈયા, ઉ.વ. ૬૫, રહે. જસવંતગઢ, લીમડાવાળી શેરી, રાજગોર ફળીયુ, તા. જી. અમરેલી વાળાના પત્‍ની પ્રભાબેન પોતાના રહેણાંક મકાને એકલા હોય તે દરમિયાન કોઇ અજાણ્‍યો ઇસમ એકલતાનો લાભ લઇ, બપોરના સમયે ગુનાહિત અપપ્રવેશ કરી, પ્રભાબેનને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી, પ્રભાબેનનું મોત નિપજાવી ગુનો કરે હોય, જે અંગે ભાનુશંકરભાઇએ અજાણ્‍યા ઇસમ વિરૂધ્‍ધ ફરીયાદ કરાઇ હતી.

જેમાં નયનભાઇ તુલજાશંકર જોષી, ઉ.વ.૩૪, રહે.બાવાના જાબુંડા, તા.વિસાવદર, જિ.જુનાગઢ. મુળ રહે.પાણીધરા, તા.માળીયા (હાટીના), જિ.જુનાગઢ. મૃતકનો જમાઇ થતો હોય, પતિ - પત્‍ની વચ્‍ચે અવાર નવાર ઘર કંકાસ થતો હોય, જેના કારણે પોતાની પત્‍ની અવાર નવાર રીસામણે જતી રહેતી હતી. પોતાના સાસુ પોતાની પત્‍નીને ચડામણી કરતા હોવાથી આ કંકાસ થતો હોવાનું આરોપી માનતો હોય, જેના કારણે પોતાના સાસુને મારી નાખવાના ઇરાદે આયોજન પુર્વક ગઈ તા.૨૮/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના ગામ બાવાના જાબુંડા ગામેથી પોતાની પત્‍નીને વાડીએ જવાનું કહી, તીષ્‍ણ હથિયાર ધારીયુ લઇ મોટર સાયકલ લઇ જસવંતગઢ ગામે આવવા નિકળેલ અને રસ્‍તામાં પોતાનું મોઢુ દેખાય નહી તે રીતે ચહેરા ઉપર રૂમાલ બાંધી માથા ઉપર ટોપી પહેરી તેમજ મોટર સાયકલના નંબરમાં છેડછાડ કરી જસવંતગઢ ગામે આવેલ અને પોતાના સાસુ ઘરે એકલા હોય તે સમયે ધારીયા વડે મરણ જનાર પ્રભાબેનને આડેધડ ઘાતકી રીતે મરણતોલ ઘા મારી મોત નિપજાવી મોટર સાયકલ લઇ જતો રહેલ હોવાનું જણાવેલ છે.

આ કામગીરી ભાવનગર રેન્‍જ આઇજી ગોૈતમ પરમારઅમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી ડીવી. ના પો.અધિ. ચિરાગ દેસાઇ તથા અમરેલી એલ.સી.બી. પો.ઇન્‍સ. એ.એમ.પટેલ, એસ.ઓ.જી. અમરેલી પો.ઇન્‍સ. આર.ડી.ચૌધરી, અમરેલી રૂરલ પો.સ્‍ટે. પો.ઇન્‍સ. કે.બી.જાડેજા, મહિલા પો.સ્‍ટે. પો.ઇન્‍સ. જે.આર. સરવૈયા તથા જાફરાબાદ ટાઉન પો.ઇન્‍સ.શ્રી જે.આર. ભાચકન તથા લીલીયા પો.સ્‍ટે. પો. ઇન્‍સ. શ્રી આઇ.જે. ગીડા તથા ચલાલા પો.સ્‍ટે. પો.ઇન્‍સ. એ.ડી.ચાવડા તથાઅમરેલી એલ.સી.બી. પો.સ.ઈ. સુ. કે.એમ.પરમાર તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઇ. એસ.આર. ગોહિલ તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ. શ્રી એમ.બી. ગોહિલ તથા રાજુલા પો.સ્‍ટે. પો.સ.ઇ. કે.ડી. હડીયા,  સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. પો.સ.ઈ. બી.પી.પરમાર તથા વંડા પો.સ્‍ટે પો.સ.ઇ., પી.ડી.ગોહિલ, ખાંભા પો.સ્‍ટે. પો.સ.ઇ. આર. જી. ચૌહાણ, એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી. ટીમો તથા સર્વેલન્‍સ ટીમો દ્વારા કરવામાં આવેલ છે.

(3:37 PM IST)