News of Friday, 6th December 2024
પોરબંદર હાઇવે ઉપર ટ્રેકટર-ટ્રોલી પલટી મારી જતાં યુવાનનું મોતઃ અન્ય ર ને ઇજા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૦૬: પોરબંદર-રાજકોટ હાઇવે ઉપર રાભાવડવાળા પાસે ટ્રેકટર-ટ્રોલી પલટી મારી જતા ટ્રેકટર-ટ્રોલીમાં બેઠેલા પોરબંદરના આલા કરમલભાઇ મોરી (ઉ.વ.૩ર) રે. પોરબંદરવાળાનું મોત નીપજયુ હતું.
હાઇવે ઉપર રાભાવડવાળા પાસ ેટ્રેકટર-ટ્રોલી પલટી મારી જતા ટ્રેકટરમાં બેઠેલા આલા કરમલભાઇ મોરી (ઉ.વ.૩ર) ને ગંભીર ઇજા બાદ પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયેલ અને સારવાર દરમિયાન આલા કરમલભાઇનું મોત નીપજયું હતું. ટ્રેકટર-ટ્રોલીમાં બેઠેલા રામા ગોગનભાઇ કોડીનાર (ઉ.વ. ૩૩) અને ઉલવા ટીલાભાઇ (ઉ.વ. ૩૮) બન્નેને ઇજા થતા. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે. રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.ડી. વાઘેલા અકસ્માતની વધુ તપાસ ચલાવી રહયા છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
