News of Friday, 6th December 2024
ભાવનગર રેલવે ડિવિઝનમાં ટિકિટ ચેકીંગ ઝુંબેશ : 40 હજારથી વધુ યાત્રિકોને દંડ ફટકાર્યો: 2.66 કરોડથી વધુની વસૂલાત કરાઈ
ટિકિટ ચેકીંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 સુધી ઘણી ટિકિટ તપાસ ઝુંબેશ હાથ ધરાઈ

ભાવનગર : રેલવેમાં અનધિકૃત રીતે મુસાફરી કરનારા પણ ઘણા મુસાફરો હોય છે. ત્યારે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન 40 હજારથી વધુ અનધિકૃત મુસાફરો ઝડપાયા હતા. જેમને દંડ ફટકારવામાં આવ્યો હતો અને કુલ 2.66 કરોડથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર તમામ વૈધ મુસાફરોને આરામદાયક મુસાફરી અને બહેતર સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ/એક્સપ્રેસ, હોલિડે સ્પેશિયલ અને લોકલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સઘન ટિકિટ ચેકિંગ અભિયાન સતત ચલાવવામાં આવી રહી છે.
ભાવનગર રેલ્વે મંડળના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના દિશા નિર્દેશને અનુસરીને, સીનીયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને કોમર્સ વિભાગના અન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકીંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 સુધી ઘણી ટિકિટ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેનાથી રૂ. 2.66 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
નવેમ્બર, 2024 દરમિયાન, ટિકિટ વગરના, અનબુક કરેલા સામાન અને ઉચ્ચ વર્ગમાં અનધિકૃત/અનિયમિત મુસાફરીના 5836 કેસો મળી આવ્યા હતા અને રૂ. 35.71 લાખની રકમ વસૂલવામાં આવી હતી. ડિવિઝનની ટ્રેનોમાં અનધિકૃત મુસાફરોને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે.
આ ડ્રાઈવોના પરિણામે, એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અંદાજે 40,861 અનધિકૃત યાત્રિયોને દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ સહિત 2,66,40,430 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે રેલ યાત્રિયોને હંમેશા યોગ્ય અને વૈધ ટિકિટ સાથે મુસાફરી કરવા અપીલ કરી છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
