<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

કચ્છમાં ફરી ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો : રાપરના પગી વાંઢ પાસે કેન્દ્ર બિંદુ

આંચકાના કારણે આસપાસના ગામોમાં રહેતા લોકોએ કંપનનો અનુભવ કર્યો,જોકે, ક્યાંય નુકસાન નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ :  કચ્છમાં પૂર્વથી માંડી પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારો તેમ જે સરહદ સુધી આવતા ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. 

       પૂર્વ કચ્છમાં વાગડ ફોલ્ટ સક્રિય થયો હોય એમ ૯ દિવસ માં બીજો આંચકો અનુભવાયો છે. રાપર ના પગી વાંઢ પાસે ગઈકાલે બપોરે ૨ વાગ્યે ૨.૮ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. 

આંચકાના કારણે આસપાસના ગામોમાં રહેતા લોકોએ કંપનનો અનુભવ કર્યો હતો. જોકે, ક્યાંય નુકસાન નથી. ગત ૨૭/૧૧ ના રાપર પાસે ૨.૬ નો આંચકો નોંધાયો હતો.

(9:31 AM IST)