તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
કચ્છના માંડવીના બાડા ગામે GHCL કંપનીના સોડા એશ પ્લાન્ટ સામે લોકોનો ઉગ્ર વિરોધ : જુઓ વિડિયો
૨૦ ગામના લોકો દરિયાઈ પર્યાવરણ અને ખેતીને જાળવવા માટે વિરોધમાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : કચ્છના માંડવી તા.ના બાડા ગામે આવી રહેલ GHCL ના ઔદ્યોગિક એકમ સામે અસરગ્રસ્ત 20 ગામોના લોકો એકઠા થઇ વિરોધ નોંધાવી રહ્યા છે.
ગામલોકો અગાઉ પણ પર્યાવરણની સુનાવણી વખતે આ સોડાએશ પ્લાન્ટનો વિરોધ કરી ચૂક્યા છે. હવે માંડવી ખાતે મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવી GHCL કંપની સામે વિરોધ નોંધાવવા મક્કમ છે. સ્થાનિકો કાર, બાઈક, પગપાળા ચાલી પ્લે કાર્ડ, કાળા વાવટા અને બેનર સાથે રેલીમાં GHCL કંપની સામે વિરોધમાં જોડાશે. છેલ્લા 3 વર્ષથી બાડા સહિતના અસરગ્રસ્ત 20 ગામોના લોકો GHCL કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.
GHCL કંપનીના સોડા એશનો પ્લાન્ટ બાડા ખાતે સ્થપાવાથી પર્યાવરણ અને દરિયાઈ જીવ સૃષ્ટિને ભારે નુકશાન થશે. સમગ્ર ગામોના લોકોનો એક જ સૂર છે. જો GHCL કંપનીનો સોડાએશ પ્લાન્ટ આવશે તો આ વિસ્તારમાં પર્યાવરણનું પતન થશે. જેની અસર ગ્રામજનો ને થશે. રોજગારીને થશે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
