તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
જામકંડોરણામાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવની ઉજવણી

(મનસુખભાઈ બાલધા દવારા) જામકંડોરણામાં તાલુકા કક્ષાનો રવિ કળષિ મહોત્સવ-૨૦૨૪ જામકંડોરણા માકેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો તાલુકા વહીવટી તંત્ર દવારા આયોજીત આ બે દિવસીય કળષિ મહોત્સવને તાલુકા પંચાયતના પ્રમુખ મીરાબેન દેશાઈ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી આ તકે ખેડુતોને મિલેટ પાકોમાં મુલ્યવર્ધન, કળષિ અને બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન,પ્રાકળતિક ખેતી અંગે કળષિ તજજ્ઞો દવારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઉપસિથત મહોનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું આ કળષિ મહોત્સવમાં રાજકોટ જીલ્લા દુધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ મીરાબેન દેશાઈ,ઉપપ્રમુખ વિજયભાઈ ગઢવી, માકેટ યાર્ડના ચેરમેન જશમતભાઈ કોયાણી,વાઈસ ચેરમેન ચંદુભા ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના સદસ્ય તેમજ આગેવાનો ખેતીવાડી અધિકારીશ્રીઓ, તેમજ ખેડૂતોએ હાજરી આપી હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
