તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે હળવદમાં રેલી યોજાઈ
લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી યોજાયેલી રેલીમાં હોમગાર્ડ જવાનો જોડાયા

( દીપક જાની દ્વારા ) હળવદ તા.૭ હોમગાર્ડ યુનિટ દ્વારા ે હળવદના લક્ષ્મીનારાયણ ચોક થી આંબેડકર સર્કલ સુધી ટ્રાફિકને લગતા નિયમો તથા સ્વસ્છતા અભિયાનને લગતા સૂત્રોચ્ચાર કરી બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. હળવદ હોમગાર્ડ યુનિટની ઓફિસ ઘણા વર્ષોથી લક્ષ્મીનારાયણ ચોકમાં હોય જે ઘણા વર્ષો જુની હોય જર્જરીત હાલતમાં હોય હાલ નગરપાલિકાના સહયોગથી તથા ઓ/સી જે.વી. ચાવડાનાઓની મહેનતથી નવી ઓફિસ માટે બાપા સીતારામ સામે નવું બિલ્ડિંગ ફાળવેલ હોય અને હાલે હળવદ યુનિટના સભ્યો તથા હળવદ પોલીસ સ્ટેશનના પી.આઇ. તથા ગામના આગેવાનોના સહયોગથી રીનોવેશન કરવામાં આવ્યું છે. થોડા સમયમા નવી ઓફિસ ચાલુ કરવામાં આવશે. જેમાં હળવદ હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ જગદિશભાઈ વી. ચાવડા તથા એન.સી.ઓ એસ.સી.રાઠોડ, એસ.પી.વૈષ્ણવ અને ડી.જે.ધારીયાપરમાર દ્વારા ઓફિસના રીનોવેશન કામગીરીમાં મદદરૂપ થઈ તથા તમામ સભ્યોના સાથ સહકારથી ઓફિસનું કામ પુર્ણ કર્યું છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
