<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

ધ્રાંગધ્રાના શો-રૂમમાંથી ૧ર મોટર સાયકલ ચોરી કરનાર ઝડપાઇ ગયો

 

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૦૭: ધ્રાંગધ્રામાં આવેલ શ્રીજી હીરો કાંપનીના શોરૂમમાથી ૧ર મોટર સાયકલની ચોરી થયેલ હોય જે ગુનામાં ગૌતમ વિજયભાઇ મકવાણા રહે. આંબેડકરનગર, ધ્રાંગધ્રા,  સામેલ હોય અને હાલ તે મોટર સાયકલ સાથે ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી નીકળનાર છે. જે અન્‍વયેજરૂરી વોચ તપાસમાાં રહી સદરહુ ઇસમ મોટર સાયકલ સાથેમળી આવતા તેને હસ્‍તગત કરી પુછ પરછ કરતા ધ્રાંગધ્રા ખાતેના શોરૂમમાથાં પ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કુબલાત આપેલ હોય, આરોપી પાસેથી ચોરીમાાં ગયેલ કુલ ૧૨ મોટરસાયકલ, કુલ કી. રૂ. ૯,૧૬,૦૦૦/- એમ ૧૦૦ % મુદામાલ રીકવર કરી, આગળની કાર્યવાહી અથે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્‍ટેશન ખાતેસોંપી આપેલ છે.

એલ.સી.બી. સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફલો સ્‍કોડના પોલીસ સબ ઇન્‍સપેકટર આર.એચ. ઝાલા તથા એલસીબી સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પરીક્ષીતસિંહ નરેન્‍દ્રસિંહ ઝાલા તથા પો.કોન્‍સ. પ્રતાપસિંહ સરુસગાં ભા રાઠોડ તથા અશોકભાઈ રવજીભાઈ શેખાવા તથા યશપાલસિંહ ઘનશ્‍યામસિંહ રાઠોડ તથા પેરોલ ફલો સ્‍કોડગના એ.એસ.આઈ. અસલમખાન એ. મલેક તથા પો. હેડ કોન્‍સ. દશરથભાઇ ઘનશ્‍યામભાઈ ઘાંઘર તથા પો.કોન્‍સ. સંજયભાઈ પાઠક એ રીતેના સ્‍ટાફ દ્વારા ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે.

(1:42 PM IST)