<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

પોરબંદરમાં ઘેર સ્‍માર્ટ ઇલેકટ્રીક મીટર લગાવવાની ખોટી ધારણાથી દુર રહેવા અર્જૂનભાઇ મોઢવાડીયાની અપીલ

અર્જૂનભાઇના ઘેરથી સ્‍માર્ટ ઇલેકટ્રીક મીટર લગાવવાની કામગીરી નાશ્રીગણેશઃ મોબાઇલ એપ્‍લીકેશનમાં સ્‍માર્ટ ઇલેકટ્રીક મીટરના પ્રયોગની સચોટ માહિતી અપાઇ છે સ્‍માર્ટ ઇલેકટ્રીક મીટર લગાવવાનો કોઇ ચાર્જ લેવાતો નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭:  પヘુિમ ગુજરાત વીજ કંપની દ્વારા માનનીય ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદર સ્‍થિત નિવાસ સ્‍થાને સ્‍માર્ટ મીટર લગાવી જિલ્લામાં રિવેમ્‍પ્‍ડ ડ્રિસ્‍ટ્રીબ્‍યુશન સેક્‍ટર સ્‍કીમ ની શુભ શરૂઆત કરવામાં આવી.  ધારાસભ્‍ય  અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્‍માર્ટ મીટર ઈન્‍ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્‍થિત સૌને સ્‍માર્ટ મીટર લગાવવા અપીલ કરી છે.

સ્‍માર્ટ મીટરનું ઇન્‍સ્‍ટોલેશન વિનામૂલ્‍યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્‍લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડે ની તમામ માહિતી આપવામાં આવે છે જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે છે. કાર્યક્રમ દરમિયાન સ્‍માર્ટ મીટર અંગેનો ડેમો આપવામાં આવતા સ્‍માર્ટ મીટર શું છે? સ્‍માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, સ્‍માર્ટ મીટરના ફાયદાઓ, સ્‍માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્‍દ્ર, સ્‍માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્‍લિકેશનમાં સ્‍માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.

ે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ  રમેશભાઈ ઓડેદરા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લીરીબેન ખુંટી, પોરબંદર છાયા નગર પાલિકાના પ્રમુખ ડો. ચેતબેન તિવારી, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, ભાજપના વરિષ્ઠ આગેવાન  સામતભાઈ ઓડેદરા અને પી.જી.વી.સી.એલ.ના ચીફ એન્‍જિનીયર  આર.જે.વાળા સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(12:11 PM IST)