તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ધ્રોલનાં નથુવડલામાં ખેડૂત દિલીપ કગથરાનું વિજ ટ્રાન્સફોર્મરમાંથી શોક લાગતા મૃત્યુ
ટ્રાન્સફોર્મરમાં ઉપર ચડીને લાઇટ ચેક કરવા જતા મોત થતા અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ ૭ :.. જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મર માં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું મળત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિલીપભાઈ અમરશીભાઈ કગથરા નામના ૪૫ વર્ષના ખેડૂત યુવાન ગઈકાલે બપોરે આશરે ૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાની વાડી પાસે આવેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડીને લાઈટ ચેક કરવા જઈ રહ્યા હતા.
જે દરમિયાન અચાનક તેને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા. ત્યારબાદ તેને તાત્કાલિક અસરથી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાક્ષ ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મળત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મળતકના સંબંધી ધર્મેન્દ્રભાઈ કાનજીભાઈ કગથરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.સોઢીયા બનાવના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મળતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ શરૂ કરી છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
