તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
પોરબંદરમાં રવિકૃષિ મહોત્સવઃ અર્જુનભાઇની ઉપસ્થિતિમાં વિવિધ સહાયના હુકમોનું વિતરણ

પોરબંદર, તા., ૭: પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનાં અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કરની ઉપસ્થિતિમાં ભાદરાઈ માતાજી મંદિર પટાગણમાં રાતીયા ખાતે રવિ કળષિ મહોત્સવ યોજાયો હતો.
ધારાસભ્ય અર્જુનભાઇએ જણાવ્યું હતું. કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કળષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનોને ખેડૂત સુધી પહોંચે તે માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લા તાલુકા અને રાજ્યમાં કળષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.સરકારની ખેડુલક્ષી નીતિના ખેતીવાડી ક્ષેત્રે ગુજરાતે કળષિક્ષેત્રે દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને ખેડૂતોનો વિકાસ થયો છે.
ધારાસભ્ય અર્જુનભાઇએ જણાવ્યું કે, એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી ઉત્તમ નસલની ગાય ભેંસો તૈયાર કરીને પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારીને પશુપાલકોને ખેડૂતોનો ફાયદો થાય તે માટે ટ્રાન્સફર ટેકનોલોજીનો લાભ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને મળે તેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે અને ઘેડ વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો અભ્યાસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે ત્યારબાદ ઘેડ વિકાસ યોજના પર કાર્ય કરવામાં આવશે.
કળષિ વૈજ્ઞાનિક એચ વી પરમારે કળષિમાં ડ્રિપ ઇરીગેશનમાં સેન્સર સીસ્ટમ, રિન્યુઅલ એનર્જી સહિતની ટેકનોલોજીના ઉપયોગ વડે ઓછા માનવબળે સારી રીતે કાર્ય કઈ રીતના કરી શકાય તે અંગેની સમજ આપી હતી.અને કેવીકે ખાપટના શ્રી વદરે ખેડૂતોને આડેધડ દવા અને રસાયણોનો ઉપયોગ ઓછો કરવા તેમજ મિત્ર કીટકો અને પર્યાવરણની જાણવણી થાય તે રીતે ખેતી કરવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂતોએ વર્ચૂઅલી દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીનું રવિ કળષિ મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તેમજ ખેડૂતોને સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગ યોજનાઓના સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉત્કળષ્ટ કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
નાયબ બાગાયત નિયામક કલ્પનાબેન પંચાલે સ્વાગત અને જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદીએ આભારવિધિ કરી હતી અને મહનુભવોએ કળષિ સંલગ્ન વિભાગના કળષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર,તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુંટી, કારોબારી ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા,કિસાન સમિતિના ચેરમેન ભીમાભાઇ ઓડેદરા, તાલુકા વિકાસ અધિકારી જયેશ ઠક્કર,રાતીયા ગામનાં સરપંચ જગુભાઈ રાતીયા, અગ્રણી સર્વશ્રી કાનાભાઈ મોરી સહિતનાં અગ્રણીઓ,ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
