તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
રીક્ષામાં દુષ્કર્મ આચરનારા ૩ શખ્સોને ઝડપી લેતી પ્રભાસપાટણ પોલીસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૭: બળાત્કારના ગુન્હાને અંજામ આપનાર તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પ્રભાસ પાટણ પોલીસે ઝડપી લીધા છે.
ભોગ બનનાર રાત્રીના સાડા નવેક વાગ્યે પોતે સોમનાથ ટોકિઝ ખાતેથી ગામ ખાતે જવા નીકળેલ અને એક ગ્રીન અને યલ્લો કલરની પ્યાગો રીક્ષા ઉભી રખાવેલ તેમાં બેસેલ અને રીક્ષા ચાલક ભોગબનનારને પહેલા તાલાળા ચોકડી ખાતે લઇ ગયેલ અને જયાથી છાજલીવાળી કાળી ટોપીવાળો જેને પપ્પુ સાહિલ થી બોલાવતા હતા તે તથા દાઢીવાળા માણસનું નામ અક્રમ બોલતા હતા તે બન્ને જણા ત્યાં આવેલ અને આ ત્રીજો માણસ રાહિલ એફ.ડી. સ્કુલ ખાતે બધા ભેગા થયેલ અને ભોગબનનાર ઉંઘની તથા ડિપ્રેસનની દવાથી ઉંઘમાં અર્ધ બે ભાન જેવી હાલતમાં હોય જેનો લાભ લઇ આ ત્રણેય માણસોએ ભેગા થઇ એક બીજાની મદદગારી કરી ગોવિંદપરા ગામ પહેલા થોડે દુર ચાલુ રીક્ષામાં તેમજ રોડની સાઇડ પર અંધારામાં પોતાની પ્યાગો રીક્ષા રોકી આ ત્રણેય પૈકી અક્રમ તથા રાહીલ નામના માણસોએ દુષ્કર્મ આચર્યુ હતુ.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ તરફથી જિલ્લામાં બનતા આવા ગંભીર પ્રકારના ગુન્હાઓના આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના મળેલ હતી.
જે અનુસંધાને પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ સા.નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પો.સ્ટે.ના એ.એસ.આઇ. નંદલાલભાઇ નાનજીભાઇ તથા હિરેનભાઇ રામસિંગભાઇ તથા પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ તથા અરજણભાઇ મેસુરભાઇ તથા પો.કોન્સ. પિયુષભાઇ કાનાભાઇ તથા કળષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા કરણસિંહ બાબુભાઇ તથા જગદીશભાઇ મોહનભાઇ તથા મહેશભાઇ ગીનાભાઇ તથા સુભાષભાઇ માંડાભાઇ તથા રાજેસભાઇ જોધાભાઇ તથા કંચનબેન દેવાભાઇ નાઓ પેટ્રોલીંગમાં રહી અલગ-અલગ જગ્યાના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી તથા રીક્ષા ચાલકો બાબતે અંગત બાતમીદારો દ્રારા માહિતી એકઠી કરી આરોપીઓના પુરા નામ સરનામા તેમજ તેમની ઉઠક-બેઠક અંગેના સ્થળો અંગે માહિતી એકઠી કરી હ્યુમન સોર્સીસના આધારે પકડી પાડી નીચે જણાવેલ આરોપીઓને તા.૦૪/૧૨/૨૪ ના ક.૨૦/૩૦ વાગ્યે અટક કરી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત અનડિટેકટ ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ છે તપાસ પી.આઇ. એમ.વી.પટેલ સા. નાઓ ચલાવી રહ્યા છે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
