<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિહ વાઢેરને ગાંધીનગર ખાતે નાયબ નિયામકનુ પ્રમોશન મળતા જૂનાગઢ જિલ્લા માધ્યમિક સંધ ઉચ્ચતર માધ્યમિક સંધ વહીવટી સંધ દ્રારા સન્માન

જુનાગઢ:: જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિહ વાઢેરને ગાંધીનગર ખાતે નાયબ નિયામકનુ પ્રમોશન મળતા જૂનાગઢ જિલ્લા માધ્યમિક સંધ ઉચ્ચતર માધ્યમિક સંધ વહીવટી સંધ દ્રારા   પ્રમોશન મળતા સન્માનિત કરી જૂનાગઢ જિલ્લામા શિક્ષણ અધિકારી તરીકે કરેલ કામગીરી બિરદાવી હતી. આ તકે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડગાંધીનગરના સદસ્ય નિલેશભાઈ સોનારા તેમજ સંચાલક મંડળના મહામંત્રી લક્ષ્મણભાઈ રાવલિયા,વહીવટી મંડળના મહામંત્રી અશોકભાઈ ખૂમાણ, ઉચ્ચતર માધ્યમિક સંધના પ્રમુખ વેજાભાઈ પીઠિયા માધ્યમિક શિક્ષણ સંધમાંથી અશ્વિનભાઈ ચાવડા તેમજ સંધના પ્રતિનિધિઓએ હાજરી આપેલ હતી.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર: મુકેશ વાધેલા-જુનાગઢ)

(1:46 PM IST)